મિગ-21 ક્રેશ થાય તે પહેલાં ગ્રુપ કેપ્ટન અને સ્ક્વૉર્ડન લિડર સમયસર ઇજેક્ટ થવામાં સફળ રહ્યા
ભારતીય વાયુસેના (Indian Air Force)નું મિગ 21 (MiG 21) ટ્રેઇનર એરક્રાફ્ટ ગ્વાલિયર (Gwalior)માં ક્રેશ થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. પરંતુ પ્લેનમાં સવાર બંને પાયલટ ક્રેશ થતાં પહેલા સુરક્ષિત રીતે ઇજેક્ટ થઈ ગયા હતા. નોંધનીય છે કે, પ્લેનમાં ગ્રુપ કેપ્ટન અને સ્ક્વૉર્ડન લિડર સવાર હતા.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, મિગ-21 ટ્રેઇનર જેટ ટ્રેનિંગ મિશન પર હતું ત્યારે ગ્વાલિયર એરબેઝની પાસે સવારે 10 વાગ્યાની આસપાસ ક્રેશ થયું છે. ભારતીય વાયુસેનાએ કોર્ટ ઓફ ઇન્કવાયરી (Court of Inquiry)ના આદેશ આપ્યા છે.
નોંધનીય છે કે, 2016થી અત્યાર સુધીમાં ભારતીય વાયુસેનાએ કુલ 27 એરક્રાફ્ટ ગુમાવ્યા છે જેમાં 15 ફાઇટર જેટ્સનો પણ સમાવેશ થાય છે. આ આંકડા રક્ષા રાજ્યમંત્રી શ્રીપદ નાઇકે જૂન 2019માં આપ્યા હતા. આ સંખ્યામાં કમાન્ડર અભિનંદન વર્ધમાન જે મિગ-21 સવાર હતો અને જેને પાકિસ્તાની ફાઇટરે તોડી પાડ્યું હતું તેનો પણ સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.