ગાય પર બિરાજીત મા ઉમિયાની પ્રતિમા, ઉંઝા ધામમાંથી લાવવામાં આવી હતી જ્યોત

મહેસાણા જિલ્લાના કડી તાલુકમાં આવેલુ છે રાજપુર ગામ.. લગભગ 10000ની વસ્તી ધરાવતા આ ગામમાં નિર્મિત છે મા ઉમિયાનું આ અતિ સુદંર મંદિર. સુંદર બાંધણી ધરાવતા આ મંદિરમાં ગર્ભગૃહમાં બિરાજે છે જગતજનની મા ઉમિયા.. મહેસાણાના જગપ્રસિદ્ધ ઊંઝા ધામથી અહિં જ્યોત લાવવામાં આવી છે. ગાય પર બિરાજીત મા ઉમિયાની આ પ્રતિમા આરસમાંથી બનાવાઈ છે. હાથમાં ત્રિશૂળ, ચક્ર, તલવાર ધારણ કર્યા છે તે પોતાના ભક્તોને મા અભયવરદાનની મુદ્રામાં આશીર્વાદ પણ આપે છે. માના મસ્તક પર ચાંદીનું છત્ર શોભે છે. આ મંદિરમાં માનું સ્થાનક સાથે પાર્વતીનંદન શ્રી ગણેશ અને પવનપુત્રનું સ્થાનક ચાંદીના વરખથી નિર્માણ કરાયુ છે..
મંદિરમાં સુંદર રીતે શણગાર કરાયો છે. માત્રા રાજપુર ગામના લોકો જ નહિ પણ આસપાસના તમામ ગામો અને જિલ્લામાંથી માઈ ભક્તો અહિં આસ્થાભેર પધારે છે. જગતજનની મા ઉમિયા એ પાર્વતીનું જ સ્વરુપ છે, જે આસુરી શક્તિનો નાશ કરે છે અને ભક્તોની રક્ષા કરે છે..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.