લતા મંગેશકરની તબિયત લથડતાં તેઓને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેઓને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લતા મંગેશકરને વાયરલ અને શ્વાસ લેવાની તકલીફ બાદ મેડિકલ ટ્રિટમેન્ટ આપવામાં આવી રહી છે. આ જાણકારી તેઓનાં પરિવારે આપી છે.
તેમના પરિવાર સાથે થયેલી વાતચીતમાં સામે આવ્યું છે કે તેઓને વાયરલ થયું છે. જે બાદ તેઓને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર છેલ્લા સમયે તેઓએ પદ્મિની કોલ્હાપુરીને ફિલ્મ પાનીપતમાં તેનાં રોલ માટે અભિનંદન પાઠવ્યા હતા. જણાવી દઈએ કે, 28 સપ્ટેમ્બરે લતા મંગેશકર 90 વર્ષના થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.