દેશમા લોકડાઉન અને કોરોના વાઇરસના સંક્રમણના કારણે અર્થતંત્રની ગતિ ધીમી થઇ ગઇ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પહેલી વાર ચેતવણી આપી છે કે, હાલની સ્થિતિ જોતા દેશના અર્થતંત્રની ગતિ ધીમી પડી શકે છે. સાથે જ ભારતના GDPમા અત્યંત ઝડપી ઘટી જવાની શક્યતા છે.
RBIના ગ્રાહકના વિશ્વાસ સર્વેમા જણાવવામા આવ્યુ છે કે, 2020મા ગ્રાહકોનો વિશ્વાસ હવે તુટી રહ્યો છે. હાલની સ્થિતિ પ્રમાણે ઇન્ડેક્સ પોતાની ઐતિહાસિક નિચલી સપાટી પર પહોંચી ગયો છે.
કોરોના વાઇરસની મહામારીના કારણે ગ્રાહકોનો વિશ્વાસ પૂરી રીતે ડગમગી ગયો છે અને જેના કારણે નાણાકીય વર્ષ 2020-21મા અર્થવ્યવસ્થામા 1.5% નો ઘટાડો જોવા મળી શકે છે. RBIએ ગુરૂવારે જાહેર કરેલા સર્વેમા આ બાબતનુ અનુમાન લગાવ્યુ હતુ. જો કે, આગામી નાણાકીય વર્ષમા વૃદ્ધિ દર ફરી વધશે અને તેમા 7.2 %ની વૃદ્ધિ જોવા મળશે.
સર્વેમા જણાવવામા આવ્યુ છે કે, પીએફસીએમા ચાલુ નાણાકીય વર્ષમા 0.5%નો ઘટાડો જોવા મળી શકે છે. જો કે, આવનારા નાણાકીય વર્ષમા 6.9% વૃદ્ધિ જોવા મળી શકે છે.
હાલના જીએફસીએફમા વર્ષ 2020-21મા 6.4%નો ઘટાડો નોંધાશે. જો કે આવનારા નાણાકીય વર્ષ 2020-21મા તેમા 5.6%નો ઘટાડો નોંધાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.