અર્થતંત્રની બાબતે નિષ્ફળ નીવડેલી મોદી સરકારને વધુ એક ફટકો પડ્યો છે જ્યારે બીજા ત્રણ મહિનાનો જીડીપી દર ઘટીને 4.5% પર પહોંચી ગયો. જીડીપીનો આ દર છેલ્લા છ મહિનામા સૌથી ઓછો છે.
આનાથી ઓછો જીડીપીનો દર 4.3% 2013ના જાન્યુઆરી-માર્ચ મહિનામા રહ્યો હતો. જીડીપીના ઘટતા સ્તરને લઇને કોંગ્રેસે મોદી સરકારની સામે મોર્ચો ખોલ્યો છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે.
જીડીપી ગ્રોથ રેટને લઈને પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી હતી કે, વાદા તેરા વાદા… 2 કરોડ યુવાનોને દર વર્ષ રોજગારી, પાકનો બે ગણો ભાવ, અચ્છે દિન આયેગે, મેક ઇન ઇંડિયા થશે, અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયનની થશે. શું કોઈ વાયદાનો હિસાબ મળશે? આજે જીડીપીનો ગ્રોથ રેટ 4.5% એ આવી ગયો છે. જે દેખાડે છે કે બધું જ ખોટું છે.
જ્યારે, બીજી ટ્વીટમા પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે, વધુ વિકાસની આશા રાખનાર ભારત અને તેની અર્થવ્યવસ્થાનું ભાજપ સરકારે પોતાની નિષ્ફળતાના લીધે પતન કરી નાખ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.