કુતીયાણા વિસ્તારમાંથી ગે.કા. ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી.

પોરબંદર જીલ્લામાં ગે.કા. દારૂની બદી નેસ્તનાબુદ કરવા અને વધુમા વધુ કેશો શોધી કાઢવા સુચના આપેલ હોય. જે અનુસંધાને એલ.સી.બી. પો.ઇન્સ.  એચ.કે.શ્રીમાળી સા.ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન HC હરેશભાઇ આહિરને હકીકત મળેલ કે, રાજકોટ થી પોરબંદર તરફ એક ટાટા કંપનીનો ટ્રક નં. GJ-25-T-8729 આવે છે. જેમાં જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. જેથી હકીકત આધારે કુતીયાણા ચૌટા ગામ રાજકોટ થી પોરબંદર આવતા હાઇવે રોડ ઉપર ઓવરબ્રીજ ચડતા હકીકતવાળો ટ્રક આવતો હોય. જેથી ટ્રકને રોકી ચેક કરતા ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ના Original Choice DELUXE WHISKY કંપનીના ૧૮૦ ML ભરેલ પુઠ્ઠાના પાઉંચ (ફ્રુટી ટાઇપના) નંગ-૪૮૦ ભરેલ પુઠ્ઠાના બોક્ષ નંગ-૧૦ કી.રૂ. ૩૩,૬૦૦/- તથા દારૂની હેરાફેરી માટે ઉપયોગ કરેલ ટાટા કંપનીનો ટ્રક નં. GJ-25-T-8729 કી.રૂ. ૧૦,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧૦,૩૩,૬૦૦/- ના મુદામાલ સાથે આરોપી (૧) લખમણ કારાભાઇ કારાવદરા ઉ.વ.૪૮ રહે. છાંયા ડો.હાથીના દવાખાના પાસે ખોડીયાર સોસાયટી રેલ્વે પાટા પાસે પોરબંદર. (૨) મોહન માંડણભાઇ પરમાર ઉ.વ.૫૩ રહે. પંચવટી સોસાયટી મીરા પ્રોવીઝન

News Detail

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક  મયંકસિંહ ચાવડા સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની સાહેબ દ્વારા પોરબંદર જીલ્લામાં ગે.કા. દારૂની બદી નેસ્તનાબુદ કરવા અને વધુમા વધુ કેશો શોધી કાઢવા સુચના આપેલ હોય. જે અનુસંધાને એલ.સી.બી. પો.ઇન્સ.  એચ.કે.શ્રીમાળી સા.ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન HC હરેશભાઇ આહિરને હકીકત મળેલ કે, રાજકોટ થી પોરબંદર તરફ એક ટાટા કંપનીનો ટ્રક નં. GJ-25-T-8729 આવે છે. જેમાં જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. જેથી હકીકત આધારે કુતીયાણા ચૌટા ગામ રાજકોટ થી પોરબંદર આવતા હાઇવે રોડ ઉપર ઓવરબ્રીજ ચડતા હકીકતવાળો ટ્રક આવતો હોય. જેથી ટ્રકને રોકી ચેક કરતા ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ના Original Choice DELUXE WHISKY કંપનીના ૧૮૦ ML ભરેલ પુઠ્ઠાના પાઉંચ (ફ્રુટી ટાઇપના) નંગ-૪૮૦ ભરેલ પુઠ્ઠાના બોક્ષ નંગ-૧૦ કી.રૂ. ૩૩,૬૦૦/- તથા દારૂની હેરાફેરી માટે ઉપયોગ કરેલ ટાટા કંપનીનો ટ્રક નં. GJ-25-T-8729 કી.રૂ. ૧૦,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧૦,૩૩,૬૦૦/- ના મુદામાલ સાથે આરોપી (૧) લખમણ કારાભાઇ કારાવદરા ઉ.વ.૪૮ રહે. છાંયા ડો.હાથીના દવાખાના પાસે ખોડીયાર સોસાયટી રેલ્વે પાટા પાસે પોરબંદર. (૨) મોહન માંડણભાઇ પરમાર ઉ.વ.૫૩ રહે. પંચવટી સોસાયટી મીરા પ્રોવીઝન સ્ટોર પાસે પોરબંદર વાળા મળી આવેલ હોય. જેથી ઉપરોકત મુદામાલ કબ્જે કરી પકડાયેલ બંન્ને આરોપીઓ વિરૂધ્ધ કુતીયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો રજી. કરાવેલ છે.

પકડાયેલ મુદામાલ –

(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ના Original Choice DELUXE WHISKY કંપનીના ૧૮૦ ML ભરેલ પુઠ્ઠાના પાઉચ (ફ્રૂટી ટાઇપના) નંગ-૪૮૦ ભરેલ પુઠ્ઠાના બોક્ષ નંગ-૧૦ કી.રૂ. ૩૩,૬૦૦/- (૨) ટાટા કંપનીનો ટ્રક નં. GJ-25-1-8729 કી.રૂ. ૧૦,૦૦,૦૦૦/-

આરોપી –

(૧) લખમણ કારાભાઇ કારાવદરા ઉ.વ.૪૮ રહે. છાંયા ડો. હાથીના દવાખાના પાસે ખોડીયાર સોસાયટી પોરબંદર,

(૨) મોહન માંડણભાઇ પરમાર ઉ.વ.૫૩ રહે. પંચવટી સોસાયટી મીરા પ્રોવીઝન સ્ટોર પાસે પોરબંદર,

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ :-

આ કામગીરીમા પોરબંદર LCB PI  એચ.કે.શ્રીમાળી, ASI બટુકભાઇ વિંઝુડા, HC જીણાભાઇ કટારા, હરેશભાઇ આહિર, રણજીતસિંહ દયાતર, કેશુભાઇ ગોરાણીયા, કુલદિપસિંહ જાડેજા, PC દિલીપભાઇ મોઢવાડીયા, વિરેન્દ્રસિંહ પરમાર વિગેરે રોકાયેલ હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.