6 વર્ષ પહેલા ખૂબ ચર્ચામાં રહેલી પાકિસ્તાનથી ભારત આવેલી મૂક બધિર છોકરી ગીતાને આખરે ભારતમાં પોતાની અસલી માતા મળી ગઈ છે. ગીતાને વર્ષ 2015મા તાત્કાલિન વિદેશ મંત્રી દિવંગત સુષમા સ્વરાજની પહેલ પર ભારત લાવવામાં આવી હતી. ભૂલથી પાકિસ્તાન જતી રહેલી ભારતીય છોકરી ગીતાને ત્યાં એક સામાજિક કલ્યાણ સંગઠને સહારો આપ્યો હતો
પાકિસ્તાનના ડૉન અખબારે ખબર આપી છે કે વિશ્વ પ્રસિદ્ધ ઇધી વેલફેર ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ દિવંગત અબ્દુલ સત્તાર ઇધીની પત્ની બિલકિસ ઇધીએ જણાવ્યું છે કે ગીતા નામની ભારતીય મૂક બધિર છોકરીને મહારાષ્ટ્રમાં તેની અસલી માતા સાથે મળાવી દેવામાં આવી છે.
. તેમણે PTI ભાષાથી પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે ગીતાનું સાચું નામ રાધા વાઘમારે છે અને તેને તેની અસલી માતા મહારાષ્ટ્ર રાજ્યના નૈગાંવમાં મળી ગઇ છે
તે કોઈક રીતે પાકિસ્તાન આવી ગઈ હતી અને જ્યારે કરાચીમાં અમને મળી તો બેસહરા હતી. તેમણે તેનું નામ ફાતિમા રાખ્યું હતું, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે તે હિન્દુ છે તો તેનું નામ ગીતા રાખવામાં આવ્યું. જોકે તે સાંભળી અને બોલી શકતી નથી. વર્ષ 2015મા ભારતના પૂર્વ વિદેશ મંત્રી દિવંગત સુષમા સ્વરાજે ગીતાને ભારત લાવવાની વ્યવસ્થા કરી હતી.
ઔરંગાબાદમાં રહેનારી મીના પાંદ્રે (ઉંમર 70 વર્ષ)એ દાવો કર્યો છે કે ગીતા તેની ખોવાયેલી દીકરી છે જે તેના પહેલા લગ્ન દરમિયાન જન્મી હતી. મીના પાંદ્રેએ અમને જણાવ્યું છે કે ગીતાના પેટ પર પર સળગેલું નિશાન છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.