રાજસ્થાનમાં રાજકિય ઘમાસાણ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગહેલોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે સરકાર તોડવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના નામનો ઉલ્લેખ કર્યો.
ગહેલોતો પત્રમાં કહ્યું, પ્રિય શ્રી નરેન્દ્ર મોદીજી, હું તમારું ધ્યાન ઘણાં રાજ્યોમાં ચુંટાયેલી સરકારને લોકશાહીની મર્યાદાઓની વિપરીત હોર્સ ટ્રેડિંગના માધ્યમથી તોડવા માટે કરવામાં આવેલા પ્રયાસો તરફ ધ્યાન દોરવા માગું છું.
તેમણે કહ્યું, કોવિડ-19 મહામારીના આ સમયગાળામાં જીવન રક્ષા જ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેવામાં રાજસ્થાનમા ચૂંટાયેલી સરકારને તોડવાનો કુપ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, ભાજપના અન્ય નેતા અને અમારી પાર્ટીના કેટલાંક અતિ મહત્વકાંક્ષી નેતા સામેલ છે.
તેમણે લખ્યું કે, મને તે વાતનો હંમેશા અફસોસ રહેશે કે, આજે જ્યા સામાન્ય જનતા જીવન અને આજીવિકા બચાવવાની જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર રહેલી છે. તે વચ્ચે કેન્દ્રમાં સત્તા પક્ષ કેવી રીતે કોરોનાની પ્રાથમિકતા છોડી કોંગ્રેસની રાજ્ય સરકારો તોડવાના ષડ્યંત્રમાં મુખ્ય ભાગીદારી નિભાવી શકે. આવા જ આરોપ પહેલા કોરોનાના કારણે મધ્યપ્રદેશ સરકારને તોડવા સમયે લાગ્યા હતા અને તમારી પાર્ટી દેશભરમાં બદનામ થઈ હતી.
ગહેલોતે કહ્યું, મને નથી ખબર કે ક્યાં સુધી તમારી જાણકારીમાં છે અથવા તમને ગુમરાહ કરવામાં આવી રહ્યાં છે. ઈતિહાસ આવા કૃત્યમાં ભાગીદાર થનારાઓને ક્યારેય માફ નહી કરે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.