ગેહલોત રહે તૈયાર, MP બાદ હવે રાજસ્થાનનો વારો, કોંગ્રેસના 30 થી વધારે MLA સંપર્કમાં હોવાનો ભાજપનો દાવો

મધ્ય પ્રદેશમાં રાજકીય ઘમાસાણ મચ્યું છે. હજી તેનો કોઈ ઉકેલ નથી આવ્યો ત્યાં કોંગ્રેસ શાસિત વધુ એક રાજ્યમાં ઉકળતો ચરુ ધધકતો લાવા બને તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. મધ્ય પ્રદેશ બાદ કૉંગ્રેસ શાસિત વધુ એક મોટા રાજ્યમાં રાજકીય પારો વધી ગયો છે.

મધ્ય પ્રદેશની માકફ આ રાજ્યમાં પણ સિનિયર-જુનિયરના મતભેદ ચરમસીમાએ પહોંચી ગયા છે. અઆ રાજ્ય છે રાજસ્થાન. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત અને નાયબ-મુખ્યમંત્રી સચિન પાયલટની વચ્ચે વિધાનસભા ચૂંટણીમાં જીત બાદથી જ કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મતભેદ રહ્યા છે. હવે ભારતીય જનતા પાર્ટીના રાજસ્થાન એકમ સાથે જોડાયેલા સૂત્રોએ નવો દાવો કરી સૌને ચોંકાવી દીધા છે.

ભાજપના આ નેતાએ દાવો કર્યો છે કે, અહીં પણ કૉંગ્રેસના ત્રણ ડઝન અસંતુષ્ટ ધારાસભ્ય અમારા સંપર્કમાં છે. બીજેપીના સૂત્રોના દાવા પર ભરોસો કરવામાં આવે તો મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી કમલનાથની જેમ જ રાજસ્થાનમાં પણ મુખ્યમંત્રી અશોક ગહલોતની સરકાર ખતરામાં છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ મુખ્યમંત્રી અશોક ગહલોતથી નારાજ છે. પાયલટ કૉંગ્રેસ હાઇકમાન્ડને ગહલોતની ફરિયાદ પણ કરી ચૂક્યા છે. નાયબ-મુખ્યમંત્રી ઉપરાંત તેમના પક્ષના ધારાસભ્ય પણ અશોક ગહલોતથી નારાજ હોવાનું ચર્ચાય છે. તાજેતરમાં જ વિધાનસભામાં પણ પાયલટ કેમ્પના અનેક ધારાસભ્ય ગહલોત સરકાર પર સવાલ ઊઠાવી ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.