જર્મનીની વિદેશ મંત્રી એનાલેના બેયરબોક સોમવારે પોતાની ભારતની મુલાકાતે આવી પહોંચ્યા હતા. નવી દિલ્હીમાં તેમણે વિદેશમંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરવામાં આવી હતી. જેના પછી એનાલેના બેયરબોકે દિલ્હી મેટ્રોની મજા માણી હતી આપને જણાવી દઈએ કે વિદેશમંત્રી એસ. જયશંકર અને જર્મનીની વિદેશ મંત્રી એનાલેના બેયરબોકે સોમવારે ઉર્જા, બિઝનેસ અને જળવાયુ પરિવર્તન સહિત દ્વિપક્ષીય સહયોગને ગાઢ કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
તેમની આ યાત્રા એવા સમયે થઈ છે જ્યારે ચાર દિવસ પહેલા જ ભારતે G20 સમુહની ઔપચારિક અધ્યક્ષતા ગ્રહણ કરી છે. તેમણે પોતાની મુલાકાતના પહેલા દિવસે મેટ્રોનો આનંદ લીધો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રિચર્ડ વોકર દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં કેપ્શનમાં લખ્યું છે કે જર્મનીના વિદેશ મંત્રીની સાથે દિલ્હી મેટ્રોની સવારી કરી અને માત્ર એટલું જ નહીં જર્મનીની વિદેશ મંત્રી એક ઈ-રિક્શામાં સવાર થઈ અને જૂની દિલ્હીની ગલીઓમાં ફરતી જોવા મળી હતી.
હાલમાં જ પહેલી ડિસેમ્બરથી ભારત 2023ના વર્ષ માટે G20 સમુહની અધ્યક્ષતા સ્વીકારી છે અને તેના ઉપક્રમે હાલમાં ઉદેપુર ખાતે G20 ગ્રુપની શેરપા મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં G20 દેશોના ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો છે અને ઈન્ડોનેશિયાના બાલીમાં યોજાયેલી G20 ગ્રુપની બેઠકમાં ભારતને 2023ના વર્ષ માટેની અધ્યક્ષતા સોંપવામાં આવી હતી. G20માં ભારત, અમેરિકા, કેનેડા, ચીન, ફ્રાન્સ સહિત ઘણા વિકસિત દેશોનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.