દુનિયાભરમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે. અત્યાર સુધીમાં આ મહામારીની ચપેટમાં 7.27 કરોડથી વધારે લોકો આવી ચુક્યાં છે. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 16.20 લાખ લોકોના મોત થઈ ચુક્યા છે. યુરોપિયન દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે.
જર્મની કોરોના વાઈરસની બીજી લહેરમાંથી પસાર થઈ રહ્યું છે. આ વખતે માર્ચ એપ્રીલની સરખામણીએ સ્થિતિ ઘણી જ ગંભીર છે. જર્મનીના ઘણાં શહેરોમાં હોસ્પિટલોના ICU 90 થી 95%થી વધારે ભરાઈ ચુક્યા છે. એવામાં જર્મનીની સરકારે પોતાના દેશમાં અત્યાર સુધીનું સૌથી સખ્ત લોકડાઉન લાગૂ કરવાની છે. સરકારે લોકડાઉન લાગૂ કરવાના બે દિવસ પહેલા દરેક લોકોને અનુરોધ કર્યો છે કે તેઓ લોકડાઉન પહેલા તમામ આવશ્યક વસ્તુઓની ખરીદી કરી લે.
ચાંસલર એંજલા માર્કેલ અને જર્મનીના 16 રાજ્યોના ગવર્નર રવિવારે આ વાત પર રાજી થયાં કે કોરોનાને પ્રસરતો રોકવા માટે દેશમાં બુધવારે 10 જાન્યુઆરીથી સખ્ત લોકડાઉન લાગુ કરવામાં આવે.
જર્મનીમાં 16મી ડિસેમ્બરથી 10 જાન્યુઆરી સુધી સખ્ત લોકડાઉન રહેશે તેનો સીધો અર્થ એ છે કે ક્રિસમસ અને ન્યૂ યર જેવા મોટા તહેવારો પ્રતિબંધોમાં પસાર થશે. માર્ચ એપ્રીલમા લગાવેલા પ્રતિબંધો દરમિયાન જર્મનીમાં રાત્રી કરફ્યૂ લગાવવામાં આવ્યું નહોતું. પરંતુ આ વખતે રાત્રી કરફ્યૂ લગાવવાની ચર્ચા પણ થઈ રહી છે. જર્મનીમાં લોકડાઉન દરમિયાન તમામ દુકાનો, શાળાઓ વગેરે બંધ રહેશે અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું સખ્તાઈથી પાલન કરાવવામાં આવશે.
દેશના નાણાંમંત્રી પીટર અલ્તમેરે રવિવારે મોડી રાત્રે કહ્યું કે, હું આશા રાખું છું કે લોકો તે જ વસ્તુઓની ખરીદી કરે જેની તેમને ખુબ જરૂર છે. જેમ કે, કિરાણાંનો સામાન અને જરૂરી દવાઓ વગેરે. આપણે જેટલું સંક્રમણ પર કંટ્રોલ મેળવી લઈશું આપણાં માટે એટલું સારું રહેશે.
નવા લોકડાઉનના ગંભીર આર્થિક પરિણામ હશે. નાતાલ અને નવા વર્ષના સમયે સામાન્ય રીતે ખરીદીનો સમયગાળો માનવામાં આવે છે. આ તહેવારોની રજામાં લોકો મોટી સંખ્યમાં રજા પર રહે છે અને આ સમય પરિવાર અને દોસ્તોની સાથે પસાર કરે છે. પ્રતિબંધોના લીધે વધારેમાં વધારે બે પરિવારના પાંચ લોકો જ ક્રિસમસ સાથે મનાવી શકશે. મર્કેલે અપીલ કરી કે જે લોકો પોતાના પરિવાર સાથે ક્રિસમસ મનાવવા માંગે છે તેમણે એક અઠવાડિયા પહેલાથી પોતાને આઈસોલેટ કરી લેવા જોઈએ.
ઉલ્લેખનિય છે કે, જર્મનીમાં અત્યાર સુધીમાં કોરોનાથી 1,338,483 લોકો સંક્રમિત થઈ ચુક્યાં છે અને 22,406થી વધારે દર્દીઓના મોત થઈ ચુક્યા છે. કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમણનો દર માર્ચ-એપ્રીલની સરખામણીએ વધારે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.