મળી વધુ મુદ્દત, મફતમાં આધાર અપડેટની તારીખ લંબાવાઈ, જાણો કેવી રીતે કરાવવું અપડેટ.

આધારમાં નામ, સરનામું, જન્મ તારીખ અપડેટ કરનારા અરજદાર માટે સારા સમાચાર છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધાર ડિટેલ્સ ફ્રીમાં અપડેટ કરવાની તારીખ 14 જૂનથી વધારીને 14 સપ્ટેમ્બર 2023 કરી દીધી છે. તમે આગામી 3 મહિના સુધી આધાર ડિટેલ ફ્રીમાં બદલી શકો છો. તમે 14 સપ્ટેમ્બર, 2023 સુધી તમારી ઓળખના પુરાવા અને સરનામાંના દસ્તાવેજોના પુરાવાને ઓનલાઇન અપડેટ અને અપલોડ પણ કરી શકો છો.

આ https://myaadhaar.uidai.gov.in પર ઓનલાઇન થવું જોઈએ અને સીએસસી પરના અપડેટ્સ પર 25 રૂપિયા લેવામાં આવશે. આધાર વપરાશકર્તાઓને કોઈપણ દસ્તાવેજને અપડેટ કરવા માટે કોઈ ફી ચૂકવવાની જરૂર નથી. જોકે, આ ડિસ્કાઉન્ટ ઓનલાઇન અપડેટ કરવા પર જ મળશે. પોર્ટલ એક્સેસ કરવા માટે, તમારે આધાર નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબરની જરૂર છે. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલેલા ઓટીપીનો ઉપયોગ કરીને જ તમે તમારા આધારમાં કોઈ ફેરફાર કરી શકશો. આધારને અપડેટ કરવા માટે યૂઝર્સે ઓળખનો પુરાવો અને એડ્રેસનો પુરાવો એમ બંને દસ્તાવેજ આપવા પડશે myaadhaar.uidai.gov.in પર દાખલ કરવાના રહેશે. હાલ આ સુવિધા મફત છે. આ પહેલા આધાર પોર્ટલ પર તમારા ડોક્યુમેન્ટ અપડેટ કરવા માટે 50 રૂપિયા લાગતા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.