લ્યો બોલો !! પેપરમાં બાળકોને પૂછાયું કરીના અને સૈફના દીકરાનું નામ, નારાજ પેરેન્ટ્સ…

મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લાની એક પ્રાઇવેટ શાળામાં સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના પુત્ર સાથે જોડાયેલો સવાલ પૂછીને શાળા વિવાદમાં ઘેરાઈ ગઈ છે. ખંડવા જિલ્લાની એક પ્રાઇવેટ શાળાએ છઠ્ઠા ધોરણ ના જનરલ નૉલેજના પેપરમાં પૂછ્યું હતું કે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના પુત્રનું આખું નામ લખો? આ સવાલ પર નારાજ વાલીઓ બોલ્યા કે તે મહાપુરુષ છે કે શું? આ ઘટના ખંડવાની અકાદમિક હાઇટ્સ પબ્લિક સ્કૂલની છે જ્યાં મિડ ટર્મ પરીક્ષા ચાલી રહી છે.

બાળકો જ્યારે પરીક્ષા આપીને ઘરે પહોંચ્યા તો પેરેન્ટસે પ્રશ્ન પત્રમાં આ સવાલ જોઈને તેની ફરિયાદ જિલ્લા પ્રશાસનને કરી. સાથે જ શાળા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી પણ કરી હતી. પેરેન્ટ ટીચર એસોસિએશન (PTA)ના સંરક્ષક ડૉ. અનિષ અરઝરેનું કહેવું છે કે જનરલ નૉલેજના સવાલ મહાપુરુષો સાથે જોડાયેલા હોવા જોઈએ પરંતુ કોઈ ફિલ્મી એક્ટરના બાળકોનું નામ જાણવું શું શાળાના બાળકો માટે જરૂરી છે? ખંડવાના જિલ્લા અધિકારી (DEO) સંજીવ ભાલેરાવે કહ્યું હતું કે અમે શાળાને શૉકોઝ નોટિસ જાહેર કરી દીધી છે. શાળાનો જવાબ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ કરીના કપૂર ખાન હાલના દિવસોમાં ક્વોરેન્ટાઇન છે. અને તે ગત દિવસોમાં તૈમુરના જન્મ દિવસના સેલિબ્રેશનમાં પણ સામેલ થઈ શકી નહોતી. કરીના કપૂરે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તૈમુરની પહેલી વખત ચાલવાની પળ કેપ્ચર કરવામાં આવી હતી. પુત્રનું નામ તૈમુર રાખવા પર ન જાણે કેટલાય લોકોની નારાજગી સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનને ઝીલવી પડી હતી.

આ દરમિયાન એક ઇન્ટરવ્યૂમાં સૈફ અલી ખાને કહ્યું હતું કે તે પોતાના પુત્રનું નામ બદલવા પર વિચારી રહ્યો છે કેમ કે તે નથી ઈચ્છતો કે તેનો પુત્ર અનપોપ્યુલર હોય. જોકે કરીના કપૂર ખાન આ વાતથી એગ્રી થઈ નહોતી. ત્યારે કરીના કપૂર ખાને કહ્યું હતું કે જો નામના કારણે અગાળ કોઈ પરેશાની આવે છે તો અમે નામ બદલી દઇશું. વર્ષ 2016મા પુત્રનું નામ તૈમુર રાખવા પર ખૂબ કોન્ટ્રોવર્સી થઈ હતી કેમ કે તૈમુર હુમલાખોર હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.