સુરત સરથાણામાં રહેતા યુવાને પોતાના જ પરિવારની મહિલાઓને ફેસબુકમાં ફેક આઇડી બનાવીને વીડિયો કોલ મારફતે પ્રાઇવેટ પાર્ટ બતાવીને છેડતી કરી હતી અને પરિવારની બે-ત્રણ મહિલાઓને વારાફરતી હેરાન કરવામાં આવતા સમગ્ર ઘટના બહાર આવી હતી અને પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો છે.
બનાવની વિગત એવી છે કે સરથાણામાં રહેતી પરિણીતાના ફેસબુક આઈડી પર ત્રણ મહિના અગાઉ તેના કૌટુંબિક જેઠ તથા દિયર અને મયુર રીબડીયા નામના યુવકે ફેસબુકમાંથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી અને સામેવાળી વ્યક્તિ પરિવારની ઓળખીતી હોવાથી પરિણીતાએ ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી હતી. ત્યારબાદ તેઓની વચ્ચે વાતો થઇ હતી. બંને ફેસબુકના મેસેન્જર મારફતે વાતો કરતા હતા. થોડા દિવસો વાત કરીને મયુરે મહિલાને વિડીયો કોલ કર્યો હતો અને પોતાનો પ્રાઇવેટ પાર્ટ બતાવી છેડતી કરી હતી અને જેથી મહિલાએ તાત્કાલિક જ વીડિયો કોલ બંધ કરી દીધો હતો અને મયુરને બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ મયુરે બીજા બે થી ત્રણ આઇડી બનાવીને તેમાંથી વિડીયો કોલ મારફતે છેડતી કરી હતી. આ મહિલાએ પરિવારની અન્ય મહિલાઓને પણ જાણ કરતા તેઓએ તપાસ કરતા પરિવારની અન્ય મહિલાઓને પણ મયુરે વિડીયો કોલ મારફતે પ્રાઇવેટ પાર્ટ બતાવીને છેડતી કરી હતી.
આખરે આ બાબતે સરથાણા પોલીસે યુવકની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને પોલીસના કહેવા પ્રમાણે એક જ પરિવારની મહિલાઓને પ્રાઇવેટ પાર્ટ બતાવીને વિકૃત આનંદ લેનાર કોઇ કૌટુંબિક યુવક જ હોવાની શક્યતા છે. પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.