રસી મૂકાવો અને મેળવો 10 લાખ રૂપિયાની નવી કાર.. કોને મળશે આ યોજનાનો લા

કોરોના વાઇરસ વિરુદ્ધ યુદ્ધમાં રસીકરણને ઝડપી બનાવવા માટે અનેક પ્રકારની પહેલ કરવામાં આવી રહી છે. તેના હેઠળ જે લોકો રસીનો ડોઝ લેવા માંગે છે, તેમના માટે કાર ઓફર કરવામાં આવી રહી છે. રસીકરણની ધીમી ગતિમાં સુધાર માટે 10 લાખ રૂપિયાથી વધુ કિંમતની કાર આપવામાં આવશે.

આ ઓફર માત્ર રશિયાના લોકો માટે છે. મોસ્કોના મેયર સર્ગેઈ સોબયાનિએ રવિવારે આ જાહેરાત કરી છે. આ જાહેરાત કરતા તેમણે જણાવ્યું કે તેનાથી રસીકરણમાં સુધાર આવશે અને બદલામાં લોકોને મફતમાં એક નવી કાર મળશે. મેયરે જણાવ્યું કે 18 વર્ષથી ઉપરની વ્યક્તિ, જેણે આજે એટલે 14 જૂનના રોજથી કોવિડ-19 રસીનો પહેલો ડોઝ લીધો છે, તેનું નામ ઓટોમેટિક લકી ડ્રોમાં સામેલ થઇ જશે. લોકોને આકર્ષિત કરવાની આ પહેલ 11 જુલાઈ સુધી ચાલશે.

કુલ 20 કાર આપવામાં આવશે ;
દર અઠવાડિયે ઓછામાં ઓછી પાંચ કાર ગ્રેબ માટે તૈયાર થશે. લોકોને રસીકરણ સેન્ટર સુધી લઇ જવા માટે મોસ્કોના મેયરની આ પહેલ હેઠળ 20 કાર આપવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે રશિયામાં મોસ્કો કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત શહેરોમાંનો એક છે.

અગાઉ મોસ્કોના મેયરે ઘણા રહેવાસી દ્વારા રસીકરણ ના કરાવવા પર નિરાશા વ્યક્ત કરી હતી. 21 મે સુધી 12 મિલિયનથી વધુ વસ્તીમાંથી માત્ર 13 લાખને જ પ્રથમ ડોઝ મળ્યો હતો. રશિયાએ ડિસેમ્બરમાં તેની સ્પુતનિક વી શોટને રોલ આઉટ કરવાનું શરૂ કર્યુ અને તેને મોસ્કોમાં તમામ માટે તેજીથી શરૂ કરી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.