સચિવે કલેકટરોને કહ્યું કે, પાણી પુરવઠાનાં કમીઁઓ પાસે આ કામ કરાવવું નહીં.. આ કામમાં પડ્યું ગાબડું…

પાણી પુરવઠા સેક્રેટરી ધનંજયએ તમામ કલેકટરોને વિભાગનાં અધિકારી, કમઁચારીઓ પાસે કોવિડ -૧૯ સામેની વેકિસનેશન ડ્રાઈવમાંથી મુકત કરવા માટે આદેશ કર્યો છે. ગુજરાતમાં કોરોનાની સેકન્ડ વેવ પહેલાં વિજય રૂપાણીએ વિધાનસભાની પૂવઁ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી તમામ ધરોમાં નલ સે જલ યોજના હેઠળ પાણી પહોંચાડવા દર મહિને એક લાખ કનેક્શનનો લક્ષ્યાંક આપ્યો હતો.

પાણી પુરવઠા વિભાગનાં સચિવે કલેક્ટરને લખેલા પત્રમાં કહ્યું છે કે, હાલમાં વરસાદની ખેંચ છે. તે પહેલાં થી જ સરકાર ૧૦૦ ટકા નળથી પાણી પહોંચાડવા યુધ્ધનાં ધોરણે કામ કરવાનું કહ્યું છે. તેવામાં વિભાગનાં કમઁચારીઓને બીજે ડાયવર્ટ કરશો નહીં.

ગુજરાતમાં નળ સે જલ યોજના હેઠળ પોરબંદર, આણંદ, ગાંધીનગર, બોટાદ એમ પાંચેક જિલ્લામાં ૧૦૦ ટકા કામગીરી કરવાની રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.