નેપાળે રવિવારે એ પ્રકારે દાવો કર્યો છે કે અમારા ત્યાં કોરોના વાયરસના 90 ટકા કેસ બીજા દેશમાંથી પરત ફરેલા શ્રમિક મજૂરોના છે કે જે પૈકી મોટાભાગના ભારતથી આવ્યા છે.
નેપાળમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 10,000 નજીક પહોંચી ગયા છે. નેપાળના હેલ્થ વિભાગના જણાવ્યા મુજબ ત્યાંના કુલ 77 જિલ્લાઓમાંથી 75 જિલ્લાઓમાં કોરોના વાયરસ ફેલાઈ ગયો છે.
નેપાળમાં કોરોના વાયરસના વધુ 421 કેસ નોંધાતા કોરોનાના કુલ કેસનો આંકડો 9,026 પર પહોંચ્યો છે. નેપાળે એવો દાવો કર્યો છે કે નેપાળમાં કોરોના વાયરસના 90 ટકા કેસ તે શ્રમિક મજૂરોના છે કે જેઓ બીજા દેશમાંથી પરત ફર્યા છે.
જે પૈકી મોટાભાગના મજૂરો ભારતમાંથી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અને કોરોના વાયરસ સંક્રમિત 98 ટકા લોકોમાં કોઈ પ્રકારના લક્ષણ જોવા મળ્યા નથી.
નેપાળમાં કોરોના વાયરસના જે નવા 421 કેસ સામે આવ્યા છે તે પૈકી કુલ 64 મહિલાઓ અને 357 પુરુષો હોવાનું જાણવા મળ્યું છે. નેપાળમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે કુલ 23 લોકોના મોત થયા છે.
નેપાળમાં અત્યાર સુધીમાં કુલ 1,772 દર્દીઓ કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા છે જ્યારે એક્ટિવ કોરોનાના કેસની સંખ્યા 7231 હોવાનું જાણવા મળ્યું છે. તેઓની નેપાળની અલગ-અલગ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે.
રોગચાળા વિભાગના ડિરેક્ટર ડો.બાસુદેવ પાંડેએ જણાવ્યું હતું કે ચેપગ્રસ્ત લોકોમાં 98 ટકા લોકોમાં કોઈ લક્ષણો બતાવ્યા નથી. આરોગ્ય મંત્રાલયે પોતાના દૈનિક બુલેટિનમાં કહ્યું છે કે 421 નવા કેસમાંથી 357 પુરુષો અને 64 મહિલાઓ સામેલ છે.
મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તાજેતરમાં ભારતથી સારવાર કરાવીને પરત આવેલા 69 વર્ષના લકવાગ્રસ્ત દર્દીના મૃત્યુ બાદ રવિવારે કોવિડ -19થી મૃત્યુઆંક વધીને 23 થઈ ગયો.
છેલ્લા કેટલાક દિવસોમાં સતત વધી રહેલા કોરોનાના કેસો માટે નેપાળ ભારતને દોષી ઠેરવી રહ્યું છે. આટલું જ નહીં, નેપાળ હિમાલયના ઘણા વિસ્તારોને લઇને ભારત સાથે સરહદ વિવાદમાં ફસાયું છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.