ઘાતક કોરોના વાયરસના કહેર છતાંય અમેરિકામાં શાળાઓને ફરીથી ખોલવાનો ટ્રમ્પ નો આદેશ

ઘાતક કોરોના વાયરસના કહેર છતાંય અમેરિકામાં શાળાઓને ફરીથી ખોલવાનો આદેશ આપ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારના રોજ ચેતવણીભર્યા લહેકામાં કહ્યું કે જો સ્કૂલોને ફરીથી ખોલવામાં આવશે નહીં તો ફંડ રોકી દેવામાં આવશે.

ટ્રમ્પે સાથે જ ફરિયાદ કરી કે તેમના પોતાના સાર્વજનિક સ્વાસ્થ્ય અધિકારીઓની સુરક્ષા દિશાનિર્દેશ અવ્યવહારિક અને ખૂબ મોંઘા છે. તેના થોડાંક સમય બાદ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસે જાહેરાત કરી દીધી કે રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર આવતા સપ્તાહે નવી ગાઇડલાઇન્સ રજૂ કરશે.

પેંસ એ કહ્યું કે નવી ગાઇડલાઇન્સ આવતા સપ્તાહે રજૂ કરશે. જેથી કરીને શાળાઓને ઘણી મદદ મળશે. નવા દિશાનિર્દેશ આપણા વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખશે. રાષ્ટ્રપતિએ પણ કહ્યું કે આજે અમે નથી ઇચ્છતા કે માર્ગદર્શન ખૂબ કઠિન હોય.

અમેરિકન રાષ્ટ્રપતિ એ પ્રાંત અને સ્થાનિક અધિકારીઓ પર દબાણ વધાર્યું છે પરંતુ તેમ છતાંય ન્યૂયોર્ક શહેર એ જાહેરાત કરી કે તેમના મોટાભાગના વિદ્યાર્થી સપ્તાહમાં બે કે ત્રણ દિવસ માટે કલાસમાં પાછા ફરશે અને વચ્ચે-વચ્ચે ઓનલાઇન કલાસ લેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.