રાજકોટની ડેરીમાં મળતું ઘી, દૂધ ભેળસેળયુ:ખાદ્ય પદાર્થોના નમૂના તપાસતા પરિક્ષણમાંથયા નાપાસ

રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર ડેરીના વેપારીને ત્યાં કોર્પોરેશનની આરોગ્ય શાખા, ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અલગ અલગ ડેરીમાં જઈ ઘી, દૂધ, માવા મલાઈ કેન્ડીનાં નમૂના ફેલ થયા છે. કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા ગાયનું ઘી, શુદ્વ ઘી, મિક્સ દૂધ અને માવા મલાઇ સહિત પાંચ ખાદ્ય સામગ્રીના નમૂના પરિક્ષણમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. સહકાર સોસાયટી મેઇન રોડ પર રાજુ ચૌહાણની ભગવતી સેલ્સ એજન્સીમાંથી લેવાયેલા શ્રીકુંજ ગાયના ઘીમાં વેજીટેબલ ઘી અને તલના તેલની ભેળસેળ થયાનું ખૂલ્યું હતું. મંગળા મેઇન રોડ પર પોપટ મહેન્દ્રભાઇ જમનાદાસને ત્યાંથી લેવામાં આવેલા શુદ્વ ઘીમાં પણ ફોરેન ફેટ અને તીલ ઓઇલની હાજરી મળી આવી હતી. જ્યારે કોઠારીયા રોડ પર વાહનમાં દૂધ સપ્લાય કરતા કારાભાઇ દેવાભાઇ મુંછડ પાસેથી મિક્સ દૂધનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં ફોરેન ફેટની હાજરી મળી હતી અને મિલ્ક સોલીડ નોટફેટનું પ્રમાણ ઓછું જણાતા નમૂનો ફેઇલ ગયો છે. પેડક રોડ પર અભય આઇસ્ક્રીમ પાર્લરમાંથી મૌવેયા માવા કેન્ડી એન્ડ આઇસ્ક્રીમ સ્પેશ્યલ રજવાડી માવા કેન્ડીનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં ન્યૂટ્રીશનલ ઇર્ન્ફોમેશન બેન્ચ નંબર, ઉત્પાદન તારીખ, બેસ્ટ બિફોરની તારીખ દર્શાવવામાં આવી ન હોવાના કારણે નમૂનો નાપાસ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે સહકાર મેઇન રોડ પર ભગવતી સેલ્સ એજન્સીમાંથી ફ્રેશલીટ પ્રિમિયમ ટેબ્લેટ માર્ગરાયનનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં મોઇશ્ર્ચર, ફ્રી ફેટીએસિડ, સ્કીમ્ડ મિલ્ક પાવડર પ્રમાણ ધારા ધોરણ કરતા વધુ મળી આવતા નમૂનો નાપાસ જાહેર કરાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.