એક ઘોડામાં બરખોડિયા મેલિયાઈ નામનો જીવલેણ બેક્ટેરિયા મળ્યો,ઘોડાને ઈન્જેક્શન આપી પીડા રહિત મોત આપી દફનાવી દીધો

યુપીમાં ગોંડા જિલ્લામાં એક ઘોડામાં બરખોડિયા મેલિયાઈ નામનો જીવલેણ બેક્ટેરિયા મળતા હડકંપ મચ્યો છે.  હિસાર લેબથી ઘોડાના ગ્લેન્ડર્સ પોજિટિવ રિપોર્ટ આવતા પશુ ચિકિત્સા વિભાગના અધિકારીઓએ બકાયદા પીપીઈ કિટ પહેરીને ઘોડાને ઈન્જેક્શન આપી પીડા રહિત મોત આપી દફનાવી દીધો હતો.

ડો.આરએસ રાઠોરે જણાવ્યું કે આ જીવલેણ બિમારી ઘોડા તથા ખચ્ચરોમાં હોય છે અને આ પશુઓમાં મનુષ્યમાં ફેલાઈ શકે છે. આ બિમારીનો કોઈ ઈલાજ નથી. એટલા માટે ગ્લેન્ડર્સ પોઝિટિવ ઘોડાનાને ઈન્જેક્શનથી પીડા રહિત મોત આપી શુક્રવારે દફનાવી દેવામાં આવ્યા.

જ્યારે તેને પશુ હોસ્પિટલમાં બતાવવામાં આવ્યુ હતુ. તો ત્યાં તેના સેમ્પલ લેવામાં આવ્યા અને તે હિસાબે સતર્ક થઈ ગયા. તપાસમાં ખબર પડી કે આ ઘોડાને બરખોડિયા મેલિયાઈ નામક ખતરનાક બેક્ટેરિયાથી સંક્રમિત છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.