ઘોર બેદરકારી: રાજસ્થાનમાં 50 ટકા ઘરોમાં શૌચાલય જ નથી : CAG રિપોર્ટ

-પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ બન્યા હતા

-સીએજીના અહેવાલમાં કરાયેલો ધડાકો

પ્રધાન મંત્રી આવાસ યોજના અને સ્વચ્છ ભારત યોજના દરમિયાન 2018માં રાજસ્થાનમાં બનેલા મકાનોમાં પચાસ ટકા ઘરોમાં શૌચાલય જ નથી.

રાષ્ટ્રીય ઓડિટર કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (સીએજી)ના રિપોર્ટમાં આ વાત જાહેર થઇ હતી. આ રિપોર્ટમાં જણાવાયા મિુજબ રાજસ્થાનના સાત જિલ્લામાં ચેકપ કરાયું હતું. બારાં, બીકાનેર, ભરતપુર, દૌસા, જોધપુર, ટોંક અને ઉદયપુરની 59 ગ્રામ પંચાયતો દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ બનેલા 590 ઘરોની ચકાસણી કરવામાં આવી હતી. 290 ઘરોમાં શૌચાલય નહોતાં. આમ છતાં રાજસ્થાન રાજ્યને 2018માં ખુલ્લામાં જાજરૂ કરવાની ગંદી પરંપરાથી મુક્ત રાજ્ય જાહેર કરવામાં આવ્યું હતું.

કેગના રિપોર્ટમાં વધુમાં જણાવાયા મુજબ 590 ઘરોમાંથી 358 ઘરોમાં અર્થાત્ 60 ટકા ઘરોમાં વીજળી નહોતી. એજ રીતે 590માંથી આશરે 191 ઘરોમાં એટલે કે લગભગ 33 ટકા ઘરોમાં એલપીજી ગેસની વ્યવસ્થા નહોતી.

590માંથી માત્ર 26 ઘરોમાં પાઇપ દ્વારા પાણી પૂરું પાડવામાં આવ્યું હતું. 73 ઘરોમાં હજુ પીવાના સ્વચ્છ પાણીની વ્યવસ્થા નહોતી. 590 ઘરોમાં માત્ર 391 ઘરો પાક્કાં બાંધકામવાળાં હતાં. બાકીના ઘરોમાં પૂરતી વ્યવસ્થા નહીં હોવાથી જેમને ફાળવ્યા હતા એ લોકો હજુ રહેવા માટે આવ્યા નહોતા.

એનો અર્થ એ થયો કે પ્રધાન મંત્રી આવાસ યોજનાના નામે ત્યારના શાસક  (ભાજપ) પક્ષે કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો એમાંથી ઘણાં નાણાં ખવાઇ ગયાં હશે. સીએજીના રિપોર્ટમાં હજુ તો માત્ર સાત જિલ્લાના ઘરોની ગણના થઇ ઙતી. સમગ્ર રાજ્યમાં કેટલું મોટું કૌભાંડ થયું હશે  એની માત્ર કલ્પના કરવાની હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.