વેસ્ટ ઇન્ડીઝનો ઘાતક બેટ્સમેન ક્રિસ ગેલ મેદાન પર બેટિંગ સમયે તેના વિસ્ફોટક અંદાજ માટે જાણીતો છે. પરંતુ સામાન્ય જીવનમાં તે ખૂબજ ખુશ મિજાજ અને શાંત વ્યક્તિ છે. પરંતુ તાજેતરમાં એક મુસાફરી દરમિયાન એવું બન્યું કે આ ખુશ મિજાજ વ્યક્તિ પણ ખૂબજ રોષે ભરાયો.
મીડિયા રિપોર્ટ મુજબ ક્રિસ ગેલ પાસે કન્ફર્મ ટિકિટ હોવા છતા તેમને બિઝનેસ ક્લાસમાં બેસવાની મંજૂરી આપવામાં આવી નહોતી. ઉપરાંત ક્રિસને બિઝનેસ ક્લાસની કન્ફર્મ ટિકિટ હોવા થતા ઇકોનોમી ક્લાસમાં બેસવાનું કહેવામાં આવ્યું હતું. આ ઘટનાની માહિતી ક્રિસ ગેલે તેના ટ્વિટર હેન્ડલ પર લોકોને આપી. એરલાઇન કંપની પર ગુસ્સો જાહેર કરતા ક્રિેસ ગેલે લખ્યું કે,‘આ ખૂબજ દુર્ભાગ્યપૂર્ણ છે. મારી પાસે ફ્લાઇટની કન્ફર્મ ટિકિટ હતી તેમ છતાં મને કહેવામાં આવ્યું કે મારી પાસે બુકિંગ નથી. ઉપરાંત એરલાઇન્સે મને ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરવાનું કહ્યું જ્યારે મારી પાસે બિઝનેસ ક્લાસની કન્ફર્મ ટિકિટ હતી. હવે મારે બીજી ફ્લાઇટમાં મુસાફરી કરવી પડશે. ખૂબજ ખોટું અને ખરાબ અનુભવ.’
આપને જણાવી દઈએ કે આ વર્ષે ઓગસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝ માટે ક્રિસ ગેલે અંતિમ વનડે મેચ રમી હતી. જ્યારે વેસ્ટ ઇન્ડીઝની ટીમે છ નવેમ્બરે શરૂ થતી અફઘાનિસ્તાન વિરુદ્ધ વનડે સીરિઝમાં ગેલને તક આપી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.