ઘુસણખોરોનો દેશનિકાલ કરવાં રસ્તે ઉતર્યા રાજ ઠાકરે, નીકાળી વિશાળ રેલી

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં અધ્યક્ષ રાજ ઠાકરે પોતાના હિંદુત્વવાદી વલણને તીવ્ર કરતા રવિવારનાં મુંબઈનાં રસ્તાઓ પર ઉતર્યા છે. અહીં તેમણે ગેરકાયદેસર રીતે વસતા પાકિસ્તાન-બાંગ્લાદેશી પ્રવાસીઓને દેશની બહાર નીકાળવાને લઇને રેલી નીકાળી. આ દરમિયાન રાજ ઠાકરેની સાથે તેમનો દીકરો અમિત ઠાકરે અને પત્ની શર્મિલા ઠાકરે પણ જોવા મળ્યા.

આ રેલી પહેલા રાજ ઠાકરેએ સિદ્ધિવિનાયક મંદિરમાં પૂજા અર્ચના કરી. આ મહામોરચામાં મનસેનાં હજારો કાર્યકર્તાઓ જોડાય તેવી આશા છે. આ રેલી હિંદુ જીમખાનાથી શરૂ થઈ, જે મરીન ડ્રાઇવથી દક્ષિણ મુંબઈ સ્થિત આઝાદ મેદાનમાં સમાપ્ત થશે. અહીં ઠાકરે જનસભાને સંબોધિત કરશે. આ રેલીનાં માર્ગ પર ભારે પોલીસદળ તૈનાત કરવામાં આવ્યું છે. આ પહેલા મુંબઈ પોલીસે મનસેને મુસ્લિમ બહુમતીવાળા દક્ષિણ-મધ્ય મુંબઈમાં મોહમ્મદ અલી રોડથી રેલી નીકાળવાની અનુમતિ આપવાની ના કહી દીધી હતી.

આ પહેલા મુંબઈ પોલીસનાં પ્રવક્તાએ કહ્યું કે, “સ્થાનિક પોલીસ ઉપરાંત રાજ્ય રિઝર્વ પોલીસ દળ, એન્ટી રાયટ પોલીસ, બૉમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ અને 600થી વધારે પોલીસ કર્મચારી મોરચાનાં માર્ગ પર તૈનાત કરવામાં આવશે.” તેમણે કહ્યું કે, ભીડમાં સાદા કપડામાં પોલીસ પણ તૈનાત રહેશે અને ડ્રોન કેમેરા અને સીસીટીવીથી પણ નજર રાખવામાં આવશે. એમએનએસએ આ જુલૂસનાં પ્રચાર માટે ટીઝર લોન્ચ કર્યું છે. પાર્ટીએ જો કે સ્પષ્ટ કર્યું છે કે આ રેલી સીએએ-એનઆરસી-એનપીઆરનાં સમર્થનમાં નહીં, પરંતુ દેશમાં ગેરકાયદેસરથી રહેતા પાકિસ્તાની-બાંગ્લાદેશી ઘુસણખોરોની વિરુદ્ધ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.