ભાવનગર તો હરહંમેશ વિકાસની અને અન્ય કામોની ગતિએ હંમેશા તેજ અને હરણફાળ ભરતી રહી છે. ત્યારે ભાવનગર શહેરને આવનારા સમયમાં ગંદકીમાંથી મુકિત, શુદ્ધ હવા પાણીની સુખાકારી સાથે હરવા ફરવાની સુવિધા યુકત કંસારા શુદ્ધિકરણ અને રિવરફ્રન્ટ પ્રોજેક્ટનાં કામની ભેટ આપવામાં આવશે.
અંદાજીત 90 થી 100 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ ભાવનગર શહેરની શકલ બદલી નાખશે અને ભાવનગરની પ્રજાની વિવિધ સુખાકારીમાં વધારો કરશે.હાલ આ પ્રોજેકટને અમલી બનાવી અને 41 કરોડ રૂ.ના ખર્ચે નદીનું શુદ્ધિકરણ અને બંને સાઈડ આર.સી.સી ની દિવાલથી બાંધવાની કામગીરી કરવામાં આવી રહી છે. બોરતળાવ નજીકથી પ્રારંભ થતી સવા આઠ કિમિ લાંબી આ કંસારા નદી શહેરના મધ્ય માંથી પસાર થઈ અને શહેરના બીજા છેવાડે એસ.ટી.પી પ્લાન્ટ નજીક પૂર્ણ થાય છે. જેમાં નદીની સમાંતર ગટર લાઈનો પણ નાંખવામાં આવી રહી છે.
https://www.youtube.com/watch?v=vfCOfGG62Do
જેથી તમામ ગંદકી પાઇપલાઈનો મારફતે સીધી જ સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે શુદ્ધિકરણ માટે પહોંચશે અને જેનું શુદ્ધ થયેલું પાણી પણ અન્યત્ર કામમાં ઉપયોગી બનશે.
સાથે આ ૦૮ કિમી લાંબી નદી મધ્યે ૧૨ ચેકડેમ પણ નિમાઁણ કાયૅ હાથ ધરાશે. જેથી પાણીનો સંગ્રહ થશે સાથે ગામ તળનાં પાણીમાં સુધારો થશે. પીવાનાં પાણીની સમસ્યા હલ થશે.અમદાવાદનું રિવરફ્રન્ટ જેમ આકર્ષણનું કેન્દ્ર બની અને પર્યટન સ્થળ તરીકે વિકસિત થયુ છે.
તેમ કંસારા નદી પણ કંસારા રિવરફ્રન્ટ તરીકે આગામી દિવસોમાં ભાવનગર માટે નવું નજરાણું બની પર્યટન સ્થળ તરીકે વિકસિત થશે અને શહેરની સુખકારીમાં પણ વધારો થશે. આમ આગામી સમયમાં રાજ્યસરકારની અનેરી ભેટ ભાવનગરવાસીઓ ને મળશે.
https://www.youtube.com/watch?v=x8tvhON_Q4Q&t=162s
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.