ગીર ગઢડાના ખિલાવડ ગામે સિંહ કૂવામાં ખાબક્યો, વનવિભાગનું રેસ્કયુ .

ગીર ગઢડાના ખિલાવડ ગામે સિંહ કૂવામાં ખાબક્યો, વનવિભાગનું રેસ્કયુ

વન્ય પ્રાણીઓ શિકારની શોધમાં આવી જતા હોય છે જેને કારણે જે કૂવામાં પડી ગયો હતો ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર જંગલ પ્રાણીઓ ચડી આવતા હોય છે તેમાં ગામમાં પણ ભયનો માહોલ સર્જાય છે

શિકારની શોધમાં સિંહ કૂવામાં પડયો
વનવિભાગે સિંહને બહાર કાઢી અન્ય સિંહો સાથે છોડી દીધો
ગીર ગઢડા તાલુકાના ખીલાવડ ગામે ઉંડા કૂવામાં સિંહ ખાબકયો હતો જે અંગે વન વિભાગને જાણ થતા ખાસ ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સલામત રીતે સિંહને બહાર કાઢ્યો હતો જે બાદ સિંહને અન્ય સિંહોની સાથે છોડી દેવામાં આવ્યો હતો.
ગીર ગઢડા તાલુકાના ખીલાવડ ગામે વાડીના કુવામાં શિકારની શોધમાં સિંહ (નર ઉ.૩
વર્ષ) કૂવામાં ખાબક્યો હોય ત્યારે વાડી માલિક પોપટભાઈ હિરપરાને જાણ થતાં તેમણે વન વિભાગને જાણ કરી હતી. જેના પગલે ટીમ સ્થળ પર સ્ટાફ સાથે દોડી જઈ સિંહને બહાર કાઢવા તજવીજ હાથ ધરી ખેતરના ઉંડા કુવામાંથી સિંહને સુરક્ષિત રીતે બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દોરડા વડે ખેંચી સલામત રીતે બહાર કાઢયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.