તાલાલા ગીરમાંથી હથિયાર રાખતા એ ઇસમને ઝડપી પાડતી ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચ
ગેરકાયદેસર હથિયાર સાથે એક ઇસમને પકડી પાડતી
એસ.ઓ.જી. ગીર સોમનાથ પોલીસ
જુનાગઢ વિભાગના (ઇ.ચા.) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશકુમાર જાજડીયા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી, મનોહરસિંહ જાડેજા સાહેબ નાઓ તરફથી ગેરકાયદેસર અને પરવાના વગરના હથીયાર પકડી પાડવા કરેલ સુચના મુજબ,
ગીર સોમનાથ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી આર.એચ.મારૂ સાહેબના માર્ગદર્શન અનુસાર તા.૧૭,૧૮/૦૯/૨૦૨૨ ના એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. લખમણભાઇ ડી.મેતા તથા આઇ.બી. બાનવા તથા નરવણસિંહ કે. ગોહિલ તથા ગોવિંદભાઇ બી. વંશ તથા મુકેશભાઇ એસ. ટાંક તથા પો.કોન્સ.મેહુલસિંહ પી. પરમાર એ રીતેના પોલીસ સ્ટાફ સાથે એસ.ઓ.જી. લગત કામગીરી સબબ તાલાળા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન સયુકત બાતમી આધારે ઇકબાલ ઉર્ફે ઇકલાસ ઇબ્રાહીમભાઇ બ્લોચ, મકરાણી ઉવ.૩૦ રહે. જાવંત્રી, પંચાયત ઓફીસની બાજુમાં, તા.તાલાળા જી. ગીર સોમનાથ વાળાને જાવંત્રી ગામના બસ સ્ટોપ પાછળ, જંગલ વિસ્તારમાંથી ગે.કા. લાયસન્સ કે પરવાના વગર દેશી જામગરી બંદૂક-૦૨ કિ.રૂ.૨૦૦૦/- તથા છરા નંગ-૧૦ તથા બીડ જેવા લોખંડના કાર્ટીસ નંગ ૦૬ કિ.રૂ.૫૦/- તથા ગંધક જેવો પાવડર આશરે ૪૦ ગ્રામ કિ.રૂ.૫૦ એમ કુલ રૂ.૨૧૦૦/- ના હથિયાર મુદામાલ સાથે પકડીપાડી આરોપી વિરૂધ્ધ તાલાળા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજી. કરાવેલ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.