ગિરિરાજ સિંહનો રાહુલને ટોણો, નામ પાછળ ગાંધી લખાવાથી કોઇ ગાંધીજી નથી બની જતા

કેન્દ્રીય મંત્રી અને હાજર જવાબી ગિરિરાજ સિંહે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને ટોણો મારતા કહ્યું કે નામ પાછળ ગાંધી લખાવાથી ગાંધીજી બની જતા નથી. ગિરિરાજ સિંહનું આ નિવેદન રાહુલ ગાંધીના દિલ્હીના રામલીલા મેદાનમાં ભારત બચાઓ રેલીમાં આપેલા નિવેદનની પ્રતિક્રિયામાં સામે આવ્યું છે.

 

ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાનો ફોટો ટ્વીટ કરી લખ્યું,‘વીર સાવરકર તો ખરા અર્થમાં દેશભક્ત હતા. સરનેમ ઉધાર લેવાથી કોઈ ગાંધીજી કે દેશભક્ત નથી બની જવાતું. દેશભક્ત થવા માટે નસોમાં શુદ્ધ હિન્દુસ્તાની લોહી દોડવુ જોઈએ.

કેન્દ્રીય મંત્રી આટલેથી ન અટકતા આગળ કહ્યું કહ્યુ, વેશ બદલીને ઘણાએ હિન્દુસ્તાનને લૂંટ્યો છે પણ હવે હવે નહીં, આ ત્રણેય કોણ છે? શુ આ ત્રણેય દેશના સામાન્ય નાગરિક છે??

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.