સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ પોલીસ આ કેસની દરેક એંગલથી તપાસ કરી રહી છે અને ઘણાં લોકોની પૂછપરછ કરી ચૂકી છે. ત્યારે અત્યારે સોશિયલ મીડિયા પર નેપોટિઝ્મને લઈને વિવાદ છેડાયો છે અને રોજ એક્ટરના ફોટોઝ અને વીડિયો સામે આવી રહ્યાં છે. તો સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા અને ડિરેક્ટર મહેશ ભટ્ટની કેટલીક તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર મહેશ ભટ્ટ અને રિયા ચક્રવર્તીની તસવીરોને લઈને યુઝર્સ તેમને ખૂબ ટ્રોલ કરી રહ્યાં છે. સાથે જ લોકો કહી રહ્યાં છે કે રિયાએ મહેશ ભટ્ટ સાથેની આ તસવીરો ડિલીટ કેમ કરી. તમને જણાવી દઈએ કે રિયાએ 2018માં આ તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી અને મહેશ ભટ્ટને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
સોશિયલ મીડિયા પર જે ફોટો વાયરલ થઈ રહ્યા છે તેમાં એક ફોટોમાં મહેશ ભટ્ટ, રિયા ચક્રવર્તીના ખભા પર માથું રાખેલું છે અને બીજા ફોટોમાં રિયા ચક્રવર્તી મહેશ ભટ્ટના ખોળામાં બેઠેલી છે. હાલમાં ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. યૂઝર્સ આ ફોટોને સુસાઈડ સાથે જોડી રહ્યા છે.
સુશાંત સિંહ રાજપૂતના આપઘાત મામલે પોલીસે તેમના મિત્રો, પરિવારના લોકો અને તેની સાથે કામ કરનારા લોકો સહિત ડઝનથી વધુ લોકોના નિવેદન લઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે, ગુરુવારે રિયા ચક્રવર્તી સાથે પોલીસે 11 કલાક પૂછપરછ કરી. તેણે પોલીસ સામે અનેક ખુલાસા કર્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.