પ્રેમ અને દગાની તો તમે ઘણી બધી સ્ટોરી સાંભળી હશે પરંતુ એક મહિલાએ સોશિયલ મીડિયા પર દગો મળવાની જે સ્ટોરી સંભળાવી તે સાંભળીને દરેક લોકો હેરાન રહી ગયા હતા.
આમ તો આ સવાલનો જવાબ ઘણા લોકોએ આપ્યો હતો પરંતુ અમેરિકાના ડેનિયલ બ્રાઉનની સ્ટોરીને અત્યાર સુધીમાં 90 હજારથી વધુ વખત સાંભળવામાં આવી છે. ડેનિયલે ટીક ટોક પર એક વીડિયો શેર કરી પોતાના આપવીતી સંભળાવી હતી. ડેનિયલે કહ્યું હતું કે એક દિવસ તેનો બોયફ્રેન્ડ મોડેથી ઘરે આવ્યો.
ડેનિયલે તેની આ વાત સાંભળીને થોડી હેરાની થઈ હતી પરંતુ તેણે પોતાના બોયફ્રેન્ડને પૂછ્યું હતું કે, તું મારા માટે કોફી કેમ લઈને આવ્યો નહીં. ડેનિયલે પોતાના બોયફ્રેન્ડના હાથમાંથી કોફીનો કપ લઈ લીધો અને કોફી પીવા લાગી હતી. અચાનક ડેનિયલને જોયું તો તે પ્લાસ્ટીકના કોફી કપની પાછળ કંઈક લખેલું હતું. તેણે જોયું તો તેની ઉપર બ્રિટની લખ્યું હતું. બ્રિટની તેની એક્સ ગર્લફ્રેન્ડનું નામ હતું.
ડેનિયલે જે શોપ પરથી કોફી લીધી હતી ત્યાં કોફીનો ઓર્ડર આપનારનું નામ લખીને તેને આપવામાં આવે છે. જ્યારે ડેનિયલે તેને આ કપ પર બ્રિટની કેમ લખ્યું છે એવું પૂછતા તેણે જવાબ આપ્યો હતો કે કોફી સર્વ કરનારી છોકરીએ ભૂલથી પોતાનું નામ લખી દીધું છે
ડેનિયલની આ સ્ટોરી પર લોકો ઘણા પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈએ કહ્યું કે બોયફ્રેન્ડ સરખી રીતે જૂઠ્ઠુ પણ ના બોલી શક્યો, તો કોઈએ કહ્યું કે છોકરાઓ પોતાની ભૂલ શા માટે નથી માનતા અને એક ભૂલને છૂપાવવા માટે કોઈ પણ સ્ટોરી બનાવી દે છે. જ્યારે એક લખ્યું કે બોયફ્રેન્ડે કોફીના કપને ઘરે લાવવાની જરૂર જ શું હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.