ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમમાં કેમેરાકાંડ, 300 અશ્લીલ વીડિયો મળતા હડકંપ, ચેતવતો કિસ્સો..

ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાં છુપાયેલા કેમેરાનો કિસ્સો સામે આવ્યો છે. ઘટના આંધ્ર પ્રદેશની છે. ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાં કેમેરો મળ્યા બાદ અહીં હોબાળો મચી ગયો છે.

એક વખત ફરીથી મહિલાઓના વોશરૂમમાં હિડન કેમેરા મળવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના આંધ્ર પ્રદેશની છે. અહીં એક ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાં કેમેરા મળવાથી ખળભળાટ મચી ગયો છે. આ મામલમાં આરોપી કોલેજનો જ વિદ્યાર્થી છે. અત્યારે આ ઘટનાની તપાસ ચાલુ છે. થોડા દિવસ પહેલા એક કોફી આઉટલેટના વોશરૂમમાંથી પણ હિડન કેમેરા મળી આવ્યો હતો. ત્યારે કોફીનો કર્મચારી જ આરોપી નીકળ્યો હતો.

કેમેરા મળ્યા પછી આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં આવેલ એસઆર ગુડલવલ્લેરુ એન્જિનિયર કોલેજમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આ સમગ્ર ઘટના ગુરુવારની છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, હોસ્ટેલના ઘણા વિદ્યાર્થીઓને ન્યાયની માગ માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ આરોપીની વિરુદ્ધ કાર્યવાહી કરવા અને કેમ્પસની મહિલાઓની સુરક્ષા માટેની માગ કરવામાં આવી રહી છે.

લેપટોપમાંથી મળ્યા અશ્લીલ વીડિયો

પોલીસનું કહેવું છે કે, આરોપીની ઓળખ વિજય તરીકે થઈ છે જે કોલેજનો વિદ્યાર્થી હતો. સાથે જ તેના લેપટોપમાંથી લગભગ 100 જેટલા અશ્લીલ વીડિયો મળ્યા છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, પોલીસને શંકા છે કે તેને વીડિયો અન્ય વિદ્યાર્થીઓને પણ આપ્યા છે. જો કે, વિજયની ધરપકડને લઈને હજી કોઈ સ્થિતિ સ્પષ્ટ નથી થઈ અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

કેફેમાં મળ્યો હતો કેમેરા

થોડા દિવસ પહેલા બેંગલુરુની એક કેફે થર્ડ વેવ કોફીના વોશરૂમમાંથી કેમેરા મળ્યો હતો. આરોપીએ વોશરૂમના એક સ્ટોલમાં સ્માર્ટફોનનો કેમેરા ચાલુ કરીને છૂપાવી દીધો હતો. રિપોર્ટ્સના અનુસાર, મોબાઈલ મળે તે પહેલા તેમાં 2 કલાકનું રેકોર્ડિંગ થઈ ગયું હતું. ખાસ વાત એ છે કે, આરોપીને ફોનનો ફ્લાઈટ મોડ પર રાખ્યો હતો. બાદમાં ખુલાસો થયો કે ફોન એક કર્મચારીનો જ હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.