‘બાબુજી જરા ધીરે ચલો..’નાં ગીત પર મંદિરમાં છોકરીઓએ ડાન્સની રીલ બનાવતા હિન્દુ સંગઠન ભડક્યાં

આજકાલનું યુવાધન રીલ બનાવવાનાં રવાડે ચડયું છે. યુવાનો જ્યાં પણ જાય છે, તે જગ્યાનો કદર કર્યા વિના રીલ બનાવવાનું શરૂ કરી દે છે. ઘણા લોકો એવા છે જે રીલ માટે રસ્તાની વચ્ચે અશ્લીલતા કરતા પણ જરાય શરમાતા નથી. હાલમાં જ મધ્યપ્રદેશના સતનાથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે ખળભળાટ મચાવી દીધો છે.

મંદિરમાં આવી પ્રવૃત્તિઓ પર કડક પ્રતિબંધ લગાવવાની માંગ :

સતનાના પ્રાચીન અને પવિત્ર વેંકટેશ મંદિરમાં બે છોકરીઓના અભદ્ર ડાન્સ પર વાયરલ રીલને કારણે વિવાદ ઉભો થયો છે. કેટલીક છોકરીઓ મંદિરની અંદર અભદ્ર ગીતો સાથે રીલ બનાવી રહી હતી, જેનાથી ભક્તોમાં રોષ ફેલાયો હતો. મંદિર સંકુલ માત્ર પિકનિક સ્પોટ બની ગયું છે, જ્યાં દિવસભર અસામાજિક તત્વો ભેગા થાય છે. હિન્દુ સંગઠનોનું કહેવું છે કે આવી ગતિવિધિઓથી ધાર્મિક આસ્થાનું અપમાન થઈ રહ્યું છે. હિન્દુ સંગઠને તેને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે અને મંદિરમાં આવી પ્રવૃત્તિઓ પર કડક પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.

https://x.com/AVINASHKHABAR/status/1875226823942140320?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1875226823942140320%7Ctwgr%5E5c77d861fd4202bded06d4f336a45c6463d4b955%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.gujaratsamachar.com%2Fnews%2Fnational%2Fvulgarity-came-to-the-fore-in-the-ancient-venkatesh-temple-complex-of-satna-madhya-pradesh&mx=2

મંદિર પરિસરમાં રીલ બનાવનારા લોકો પર કડક કાર્યવાહી  :

જોકે, થોડા સમય પહેલા સરકારે ધાર્મિક સ્થળોને રીલ સ્પોટ બનાવવા બાબતે કડકતા દાખવી હતી. ગયા વર્ષે, સરકારે કેદારનાથ મંદિર પરિસરમાં રીલ બનાવનારાઓને પાઠ ભણાવવાનું શરૂ કર્યું હતું. મે ૨૦૨૪માં કેદારનાથ મંદિર પરિસરમાં રીલ બનાવનારા ૮૪ લોકો પાસે દંડ ભરાવ્યો હતો. જેના કારણે સરકારને રૂ.૩૦ હજારની આવક થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.