દિવાળીના તહેવારને લઈને 150 થી વધુ પરમિટનું એડવાન્સ બુકિંગ થયું સવાર સાંજ મળી 8 જીપ્સીમાં જઈ શકાશે ગત વર્ષે 4,253 પ્રવાસીથી લાખની આવક થઈ હતી
News Detail
ગીરના સિંહો નું વેકેશન પૂરું થયું હોય 16 ઓક્ટોબરથી સાસણમાં સિંહ દર્શન શરૂ કરવામાં આવશે તેની સાથે જ જૂનાગઢમાં પણ ગિરનાર નેચર સફારીમાં સિંહ દર્શન શરૂ કરવામાં આવશે આ માટે વન વિભાગ એ તમામ તૈયારીઓ કરી દીધી છે આ અંગે દક્ષિણ રેંજના આરએફઓ જે એ મિયાત્રાએ જણાવ્યું હતું કે ડી સી એફ સુનિલ બેરવાલના માર્ગદર્શનમાં સિંહ દર્શન માટેની તમામ તૈયારીને આખરી ઓપ અપાય ગયો છે 16 ઓક્ટોબર રવિવારથી પ્રવાસીઓ ગિરનાર નેચર સફારીમાં સિંહ દર્શન કરી શકશે આ માટે ઓનલાઇન બુકિંગ ગીર લાયન ગુજરાત ગવર્મેન્ટ ઈન પર કરી પરમિટ મેળવી શકાશે પરમિટ નો ભાવ 896 છે જેમાં 6 લોકો જઈ શકે જો વધારાની એક વ્યક્તિને એડ કરવી હોય તો એક્સ્ટ્રા 150 રૂપિયા ચૂકવવા પડશે દરમિયાન જીપ્સી નું ભાડું 2000 ગાઈડ ચાર્જ 400 અને ટિકિટ ના 896 વ્યક્તિના 3, 296 ચૂકવવા પડશે આમ વ્યક્તિ દીઠ ખર્ચ 549 જેવો થઈ શકે છે સામાન્ય દિવસોમાં પરમિટ નો ભાવ 896 છે પરંતુ શનિ-રવિ તેમ જ જાહેર રજા ના દિવસોમાં તેના 1000 રૂપિયા ચૂકવવા પડશે સવારે 4 અને સાંજે 4 મળીને કુલ 8 gpsy ની પરમીટ કરાવી છે જુનાગઢમાં ગિરનાર નેચર સફારીની શરૂઆત 26 જાન્યુઆરી 2021 થી કરાઈ હતી વચ્ચે કોરોના ના કારણે સિંહ દર્શન બંધ કરાયું હતું દરમિયાન ગત વર્ષમાં 16 ઓક્ટોબર 2021 થી 15 જૂન 2022 સુધીમાં ભારતીય 4,253 પ્રવાસીઓએ ગિરનાર નેચર સફારીની મુલાકાત લઈ સિંહ દર્શન કર્યા હતા. જેના કારણે વન વિભાગ ને 8,72,375 રૂપિયાની આવક થઈ હતી હાલ દિવાળીના તહેવારને લઈને 150 થી વધુ પરમિટનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.