વિજયવાડામાં ભાજપ અધ્યક્ષ સોમૂ વીરરાજૂ એ આપ્યું વિવાદિત નિવેદન
જો અમારી પાસે વધુ આવકની બચત છે, તો ફક્ત 50 રૂપિયામાં દારૂ પૂરો પાડીશું અને બીજી તરફ બિહારમાં ગઠબંધનની નીતિશ સરકાર દારૂબંધીને લઇને ચર્ચામાં રહે છે. તો આંધ્ર પ્રદેશના ભાજપ નેતાએ દારૂને લઇને એવુ નિવેદન આપ્યું છે કે ત્યારબાદ ભાજપની મુશ્કેલીઓ વધી શકે છે. આંધ્ર પ્રદેશના ભાજપ અધ્યક્ષ સોમૂ વીરરાજૂએ મતદાતાઓને ભાજપને મત આપવાની અપીલ કરી છે. તેમણે વિજયવાડામાં થયેલા એક કાર્યક્રમ દરમ્યાન કહ્યું કે જો તમે ભાજપને મત આપીને જીતાડો છો તો રાજ્યમાં દારૂ સસ્તી થઇ જશે.
તેમણે કહ્યું કે જો તમે ભારતીય જનતા પાર્ટીને એક કરોડ મત આપો છો તો અમે ફક્ત 70 રૂપિયામાં દારૂ તૈયાર કરાવી શકીશું અને એટલું જ નહીં, તેમણે ત્યાં સુધી કહી દીધુ છે કે જો અમારી પાસે વધુ આવક બચી છે, તો ફક્ત 50 રૂપિયામાં દારૂ તૈયાર કરાવીશું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.