બુર્જ ખલીફા પર જોવા મળી મહાત્મા ગાંધી ની ઝલક ; જુઓ વીડિયો થયો વાયરલ..

મહાત્મા ગાંધીની ૧૫૨ જન્મ જયંતી સમગ્ર દુનિયામાં ઊજવવામાં આવી છે, આ પ્રસંગે દુબઈના બુર્જ ખલીફા ઉપર રાષ્ટ્રપિતાની તસવીરો પ્રસિદ્ધ પ્રદર્શિત કરવામાં આવી. વિશ્વભરમાં શાંતિ અને અહિંસાના પ્રતિક મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે બુર્જ ખલીફા પર તેમની તસ્વીરો અને સંદેશ પ્રદશિઁત કરવામાં આવ્યા.

શનિવારે લગભગ ૧૧ વાગ્યે મહાત્મા ગાંધીની તસવીરોને તેના સંદેશાઓ સાથે બુર્જ ખલીફા પર દર્શાવવામાં આવ્યા. જ્યારે બુર્જ ખલીફા પર બાપુ ની તસ્વીરો જોવા મળી. તો તેને જોવા માટે લોકોની ભીડ એકત્રિત થવા લાગી તેનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લાઈટ ના માધ્યમથી મહાત્મા ગાંધીની અલગ-અલગ તસવીરો દર્શાવવામાં આવી રહી છે.

એક તસવીરમાં તેઓ ચરખો કાંતતા જોવા મળી રહ્યા છે. એક અન્ય તસવીરોમાં તેઓ હાથમાં લાકડી  લઈને જોવા મળી રહ્યા છે આ વિડીયો દુબઇમાં ભારતીય દૂતાવાસના સોશ્યલ મિડીયા પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે ભારતીય દૂતાવાસે તેના માટે એમ્માર પ્રોપર્ટીઝનો આભાર માન્યો છે.

ગાંધીનો શાંતિનો સંદેશ યાદ રાખી કોવિડને હરાવવા પર ધ્યાન દો – ગુટેરસ ..

યુનાઈટેડ નેશન્સનાં મહાસચિવ એન્ટીનિયો ગુટેરસે આંતરાષ્ટ્રીય સમુદાયથી મહાત્મા ગાંધીનાં શાંતિનાં સંદેશોને યાદ રાખવાની અપીલ કરી છે. સાથોસાથ કહ્યું છે કે, દુનિયાભરમાં લડાકુઓ એ પોતાનાં હથિયાર હેઠા મૂકી દેવાં જોઈએ..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.