અમદાવાદ શહેર થોડાક દિવસો પહેલા,ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગનું જીએમડીસી ગ્રાઉન્ડ પર,કરવામાં આવ્યું હતું આયોજન

શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આજથી ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનનો પ્રારંભ થયો હતો. પહેલા દિવસે શહેરીજનો વેક્સિન લેવા ઉમટી પડ્યા હતા. પરિણામે વાહનોની લાંબી લાઈનો લાગી હતી.

૪૫ વર્ષથી ઉપરના તમામ લોકો માટે વેક્સિનેશનનું સવારે ૯ થી ૧ અને બપોરે ૩થી ૭ આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી જે રીતે કોરોનાએ કહેર મચાવ્યો છે, અને કેસોની સંખ્યા તેમજ મૃત્યુની સંખ્યા ખૂબ વધતા શહેરીજનો કોરોનાથી ફફડી ઉઠયા છે.

આથી આજથી શરૂ થયેલા ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનમાં લોકો વેક્સિન લેવા માટે ઉમટી પડ્યા હતા. ગાડીઓમાં અને ટુ વ્હીલ પર બેસીને ઘરના તમામ લોકો વેક્સિન લેવા દોડી આવ્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.