ગોવામાં મુખ્ય પર્યટન સ્થળો પર પણ રસ્તે રખડતી ગાયોની સમસ્યા સામાન્ય બની ગઇ છે. ત્યારે ગોવાના પ્રધાને ગાય અંગે અજીબોગરીબ નિવેદન આપ્યું છે.
વધેલુ નોન-વેજ ખાઈ ગાય અને વાછરડા બન્યા માંસાહારી
ગોવાના પ્રધાન માઇકલ લોબોએ જણાવ્યું છે કે ગોવાના ખ્યાતનામ કલંગુટ બીચ વિસ્તારમાં વધેલું ઘટેલું નોન-વેજ ખાઇને ગાય અને વાછરડા પણ માંસાહારી બની રહ્યા છે. તેમણે કહ્યું કે નોર્થ ગોવાના દરિયાકાંઠા વિસ્તારમાં ખાસ કરીને કલંગુટ અને આરપોરા વિસ્તારમાં જેટલી પણ ગાય છે તે માંસાહારી બની ગઇ છે.
લોકોના ઘરે જે મળે છે તે ખાય છે
આ રખડતી ગાય જ્યાં-ત્યાં રેસ્ટોરન્ટની બહાર ઉભી રહે છે અન જે પણ રેસ્ટોરન્ટ કે લોકોના ઘર પાસે મળે છે તે ખાય છે. પહેલા આ રખડતા ઢોર શાકાહારી હતા. પરંતુ હવે હોટલનું વધેલું ચિકન અને મચ્છી જેવું માંસાહારી ભોજન ખાઇખાઇને તે પણ માંસાહારી બની ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.