ગોવાનો પોઝિટિવિટી રેટ રેકોર્ડ 41 ટકા પર હતો,દિલ્હી સહિત 13 રાજ્યોમાં આ આંકડા 21 ટકાથી વધારે

દેશમાં પ્રખ્યાત પ્રવાસન સ્થળોમાંથી એક ગોવામાં 21 એપ્રિલથી 4 મેની વચ્ચે પોઝિટિવિટી રેટ 41 ટકા પહોંચી ગયો છે. એટલું જ નહીં આ દરમિયાન દિલ્હી સહિત દેશોના ઓછામાં ઓછા 13 રાજ્યોમાં આ આંકડા 21 ટકાથી વધારે હતો.

અંગ્રેજી અખબરની રિપોર્ટ અનુસાર એક અઠવાડિયા(21 એપ્રિલથી 4 મે) દાખલ કરવામાં આવેલા આંકડા જણાવે છે કે ગોવાનો પોઝિટિવિટી રેટ રેકોર્ડ 41 ટકા પર હતો. આ ઉપરાંત દિલ્હીમાં આ સતત વધી રહ્યા છે. આ 8થી 21 એપ્રિલની વચ્ચે રેટ 19 ટકા હતો. જે 21 એપ્રિલથી 4 મે સુધી વધીને 32 ટકા પર પહોંચી ગયો છે

ગોવા અને દિલ્હી બાદ પશ્ચિમ બંગાળ સૌથી વધારે અસરગ્રસ્ત છે. અહીં 21 એપ્રિલથી 4 મેની વચ્ચે પોઝિટિવિટી રેટ 30 ટકા પર છે. ત્યારે માર્ચમાં એક તરફ જ્યાં દેશમાં આ દર 3-4 ટકા પર હતો. ત્યારે ગત 2 પખવાડામાં વધીને 15થી 21 ટકા પર પહોંચી ગયો છે

મહારાષ્ટ્રમાં 8થી 12 એપ્રિલની વચ્ચે સંક્રમણ દર 25 ટકા હતી. જે 21 એપ્રિલથી 4 મેની વચ્ચે ઘટીને 23 ટકા પર આવી ગઈ છે. ત્યારે આ દરમિયાન છત્તીસગઢમાં આંકડા 29 ટકાથી ઓછા થઈને 28 ટકા પર આવી ગયા છે. ત્યારે 9 રાજ્યો એવા રહ્યા જ્યાં પોઝિટિવિટી રેટ 10-20 ટકા પર રહ્યો. જ્યારે આસામ સહિત કેટલાક ઉત્તર પૂર્વ રાજ્યોમાં સંક્રમણ 5 ટકા પર રહ્યો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.