ગોવાની બોર્ડર પર ડેલ્ટા પ્લસનો ટેસ્ટ…..!!ખાનગી પ્રયોગશાળાઓ સાથે કરવામાં આવ્યા કરાર,અહીં લંબાવવામાં આવ્યું કરફ્યુ…..

સીએમ સાવંતે કહ્યું કે ગોવાની સરકારે રાજ્ય સ્તરીય કર્ફ્યૂને 5 જૂલાઈ 2021ની સવારના 5 વાગ્યા સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે શનિવારે કહ્યું કે પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ સ્વરુપનો મામલો સામે આવ્યા બાદ તકેદારીના ભાગ રુપે ગોવાની બોર્ડર પર કોવિડ 19ની તપાસ ઝડપી કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે પડોશી રાજ્યોમાં કોરોના 19માં ડેલ્ટા પ્લસ સ્વરુપના મામલા સામે આવ્યા બાદ અમે તમામ બોર્ડર પર નજર રાખી રહ્યા છીએ અને તપાસ વધારી દીધી છે. તેમણે કહ્યું કે ગોવામાં પ્રવેશ કરનારા જો કોઈ પણ વ્યક્તિ કોરોના સંક્રમિત મળે છે તો તેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે અથવા કોઈ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.