આપણું બ્રહ્માંડ આશ્ચર્ય અને અજાયબીઓ થી ભરેલું છે. તેની સુંદરતા અદ્વિતીય છે. અને કેટલીક વખત આપણને તેની સુંદરતા જોવા મળે છે. જે આપણને મંત્ર મુગ્ધ કરી દે છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસા ઘણી વખત લોકો સાથે બ્રહ્માંડની તસવીરો શૅર કરે છે.
આ તસવીરને “ભગવાનનો હાથ”નામ આપવામાં આવ્યું. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી આ તસવીરને હજારો લોકોએ પસંદ કરી છે. નાસાએ સ્પેસ ટેલિસ્કોપ દ્નારા લેવામાં આવેલી તસવીરો શેર કરી છે.
“ભગનાનના હાથ”ની આ તસવીરમાં જોઈ શકાય છે કે તેઞા બેકગ્રાઉન્ડમાં બ્લેક સ્પેસ દેખાય છે. જયારે તેમાં સોનેરી રચના દેખાઈ રહી છે. જે હાથ જેવું લાગે છે. આ જ કારણે છે કે તેને “hand of God” નામ આપવામાં આવ્યું છે.
આ તસવીરમાં બાહ્ય અવકાશની સુંદરતા જોઈ શકાય છે. તસવીરમાં ધણી ફલેશિંગ લાઈટો દેખાય છે. જે હાથનાં આકાર માટે છે.
અમેરિકાની સ્પેસ એજન્સી દ્વારા આ તસવીરને શેર કર્યા પછી લોકોએ તેના પર અલગ-અળગ પ્રકારના કોમેન્ટ કર્યા છે. ઘણા લોકોએ આ તસવીરને લઇ પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો. જ્યારે ઘણા લોકોએ તેની સરખામણી હકીકતમાં ‘ભગવાનના હાથ’ સાથે કરી દીધી. જ્યારે ઘણા લોકોએ આ પ્રકારની શાનદાર તસવીરોને લોકો સાથે શેર કરવા માટે NASAનો આભાર માન્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.