જામનગરમાં ગોડસેના પૂતળા ના અરાવરણ ના પ્રયાસ બાદ હવે હિન્દુસેના દ્વારા ‘ગોડસે ગાથા’ નો આરંભ કરતા વિવાદ ઉભો થયો છે. હિન્દુ સેનાએ દેશમાં પ્રથમ વખત જામનગર શહેરમાં તા.૧ના રોજ ગોડસે ગાથા નો પ્રારંભ કર્યો છે જેમાં ગોડસેએ સજા અગાઉ અદાલતમાં આપેલું અંતિમ સ્ટેટમેન્ટનું વાંચન કરવામાં આવ્યું હતું અને આ સાથે સંસ્થા દ્વારા ગામડાઓ અને અન્ય જિલ્લાઓ સુધી ગોડસે ગાથા પહોંચાડવા સંકલ્પ કરવામાં આવ્યો છે.જામનગર ના કૃષ્ણનગર વિસ્તારમાં ગોડસે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ સેના એ જણાવ્યું છે કે, ભારત માં પ્રથમ વખત ગુજરાતના જામનગરમાં હિન્દુ સેનાએ ગોડસે ગાથાની શરુઆત કરી છે.
જામનગરમાં ભાવેશભાઈ ઠુમ્મરના ઘરે ધરેથી ગોડસે ગાથા શરુ કરીને અલગ-અલગ વિસ્તારો, ગામડાઓ, જિલ્લાઓ સુધી ગોડસે ગાથા પહોંચાડવાનો સંકલ્પ હિન્દુ સેનાએ લીધો હતો.
આ કાર્યક્રમમાં સંસ્થાના સૌરાષ્ટ્ર યુવા અધ્યક્ષ મયુર પટેલ અને શહેર પ્રમુખ દિપક પિલ્લે સહિતના યુવાનો જોડાયા હતાં.
આમ ગોડસે ના પૂતળા ના સ્થાપન બાદ હવે ગોડસે ના વિચારો ને રજૂ કરવા ગોડસે ગાથા ના આરંભ થી વિવાદ ઉભો થયો છે.
અત્રે નોંધનીય છે કે અગાઉ હિન્દુસેના દ્વારા શહેર ના કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ ઉપર ગોડસે ની પ્રતિમા નુ સ્થાપન કર્યું હતું અને જે તે સમયે કોંગ્રેસ પ્રમુખ સહિત ના અગ્રણીઓ એ ગોડસે ની પ્રતિમા તોડી પાડતા બન્ને પક્ષે સામસામી ફરિયાદ થઈ હતી.
ત્યારબાદ હવે હિન્દૂ સેના દ્વારા ગોડસે કથા નું આયોજન કરવામાં આવતા ફરી હોબાળો મચી જવા પામ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.