ગોલ્ડ/અમદાવાદ- દુબઈના સોનાના ભાવમાં તોલાએ અંદાજે 6000નો ફરક દાણચોરીનું મુખ્ય કારણ

અમદાવાદ: દેશમાં સોનાની દાણચોરીના કિસ્સાઓમાં અમદાવાદ ચોથા ક્રમે આવ્યું છે. વધેલા સોનાના ભાવ તેમજ ટેક્સમાં થયેલા વધારાના કારણે સોનાની દેશમાં અને દેશ બહાર કિંમતમાં મોટો તફાવત આવે છે. આ તફાવતના કારણે સોનાની દાણચોરીના કિસ્સામાં વધારો થયો છે. અમદાવાદ અને સુરત એરપોર્ટ દાણચોરી માટે સોફ્ટ ટાર્ગેટ માનીને કેરિયરોને હવાઇ મુસાફરી દ્વારા દાણચોરી કરાવામાં આવે છે. ગત વર્ષે અમદાવાદમાં દાણચોરીના 60 કેસમાં 54.72 કિલો સોનાની દાણચોરી ઝડપી પાડવામાં આવી હતી. આ કેસમાં 4 મહિલાઓ અને 22 પુરુષોની ધરપકડ કરવામાં આવી હતી.

રાજકોટના કેટલાક સોનીઓ અને ફાઇનાન્સરો દ્વારા દાણચોરી માટે ફાઇનાન્સ કરવામાં આવે છે

સોમવારે અમદાવાદ કસ્ટમના પ્રિન્સિપાલ કમિશનર કુમાર સંતોષે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, હવાઇ માર્ગે દેશમાં સોનાની દાણચોરીના કિસ્સાઓમાં અમદાવાદ ચોથા ક્રમે આવે છે. દેશમાં સૌથી વધારે દાણચોરી ક્રમ પ્રમાણે મુંબઇ, કેરલા, ચેનાઇ અને અમદાવાદ આવે છે. રાજ્યમાં દાણચોરી માટે રાજકોટના કેટલાક સોનીઓ અને ફાઇનાન્સરો દ્વારા દાણચોરી માટે ફાઇનાન્સ કરવામાં આવે છે. અમદાવાદ અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ગત વર્ષે કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા દાણચોરીના કિસ્સામાં 74 લોકોની ધરપકડ કરીને 61.22 કિલો સોનું કિંમત રૂ. 18.79 કરોડ ઝડપી લેવામાં આવ્યું હતું. આ અંગે કસ્ટમ અધિકારી આર.કે. ચૌહાણે જણાવ્યું કે, સોનાની દાણચોરી દુબઇ, શારજાહ, ઓમાન, કુવેત અને બેંગકોક સહિતના દેશોમાંથી લઇને આવતા 25 લોકોની અમદાવાદથી અને 1ની સુરતથી ધરપકડ કરાઇ છે. મોટા ભાગના દાણચોરો પોતાના શરીરમાં કે શરીની બહાર સોનાની દાણચોરી કરતા ઝડપાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.