ઓનલાઈન ફકત આટલાં રુપિયામાં મળી રહ્યું છે સોનું,લોકોનો વધી રહ્યો છે ક્રેઝ…

લાંબા સમયથી સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે. પરંતુ જો આવા સમયે કોઈ કહે કે આકર્ષક અને મોંધી ધાતુ માત્ર એક ડોલરમાં ઉપલબ્ધ છે. તો દરેક વ્યક્તિ તેને ખરીદવા ઈચ્છશે છે.

ઓનલાઇન શોપિંગ ઝડપથી છે જોઈને ટાટાગ્રુપની તનિષ્કા, કાઝિયાન જવેલર્સ લિમિટેડ જેવી મોટી બ્રાન્ડ ઓનલાઈન સોનું વેચી રહી છે. આ તમામ મોટી બ્રાન્ડ ઓનલાઇન સોનુ વેચવાનું શરૂ કરી દીધું છે અને સોનુ ૧૦૦ રૂપિયા એટલે કે માત્ર ૧.૩૫ ડોલરમાં વેચાઈ રહ્યું છે.

ભારતમાં ડિજિટલ ગોલ્ડનો ટ્રેન્ડ નવો નથી મોબાઈલ વોલેટ અને ઓગમોન્ટ ગોલ્ડ ફોર ઓલ અને વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ ની મદદથી સંચાલિત થાય છે.સેફ ગોલ્ડ એ જ રીતે સોનાની ખરીદીને પ્રોત્સાહન આપે છે.

પરંતુ કોરોનાએ જવેલર્સનું મન બદલી નાખ્યું અને ઓનલાઈન જવેલરી વેચવામાં વિશ્ચાસ દર્શાવ્યો. ઓગમેન્ટ ગોલ્ડ પાસે ભાગીદાર તરીકે ૪,૦૦૦ થી વધુ જવેલર્સ છે.

તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને, ભારતમાં ઘણા જ્વેલર્સ નવી ઓફરો લોન્ચ કરી રહ્યા છે. તહેવારોની સીઝન દરમિયાન દેશભરમાં સોનાની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે. સોનાની ઓનલાઈન ખરીદીમાં જે રીતે વધારો થયો છે તે જોતા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તહેવારોની સીઝનમાં લોકો મોટી સંખ્યામાં ઓનલાઈન ખરીદી કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.