કોરોના મહામારીની બીજી લહેરને જોતા સરકારે હોલમાર્કિંગની અનિવાર્યતાને લાગૂ કરવાની ડેડલાઈનને 15 દિવસ વધારી છે. એટલે કે 15 જૂનથી આ નિયમ લાગૂ થશે. એટલે કે સોનાના ઘરેણાની ખરીદીમાં દગાખોરીની શક્યતા રહેશે નહીં.
વ્યાપારીઓના સંગઠન કંફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ અને જવેલરી ઈન્ડસ્ટ્રીથી જોડાયેલા લોકોને સરકાર પાસેથી હોલમાર્કિંગની તારીખ 1 જૂનથી વધારવાની માંગ કરી હતી. હાલની સરકારે આ માંગ માની છે. અને સાથે નવી વ્યવસ્થાની તૈયારી કરવાનો પૂરતો સમય પણ મળ્યો છે. સાથે સરકારે 15 જૂનથી જ્વેલરી વેચવાની નવી વ્યવસ્થા લાગૂ કરવાને માટે સમિતિ બનાવી છે.
પહેલા આ નિયમ જાન્યુઆરી 2021માં લાગૂ થવાનો હતો. આ પછી કોરોનાના કારણે તેને 1 જૂન સુધી વધારાયો અને હવે તેને 15 જૂન સુધી વધારી દેવાયો છે. હોલમાર્કિંગનો નિયમ લાગૂ થયા બાદ ફક્ત 22 કરેટ, 18 કેરેટ, 14 કેરેટની જ્વેલરી વેચાશે. હોલમાર્કિંગમાં બીઆઈએસની મહોર, કેરેટની જાણકારી હશે. જ્વેલરી બનવાની તારીખ, જ્વેલરનું નામ પણ હશે.
તમે કોઈ પણ હોલમાર્કિંગ સેન્ટર પર જઈને તમારા જૂના ઘરેણાનું હોલમાર્કિંગ કરાવી શકો છો. જૂના ઘરેણાનું મુલ્ય વધારે રહેશે. નિયમ લાગૂ થયા બાદ હોલમાર્કિંગ વિનાના ઘરેણા વેચવામાં મુશ્કેલી આવી રહી છે. તેની કિંમત ઓછી મળી શકે છે. જો કોઈ પણ નિયમનું પાલન નહીં કરે તો 1 લાખથી લઈને જ્વેલરીના ભાવના 5 ગણા સુધીનો દંડ કરવામાં આવશે. જ્વેલર્સને દગાખોરીની સાથે 1 વર્ષની કેદની સજા પણ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.