સોનાના રેટમાં ભારે ઉથલપાથલ! શું કરવું હવે…લેવું કે નહીં?…

વાયદા બજારમાં સોનામાં હળવી નબળાઈ જોવા મળી જ્યારે ચાંદી તેજીમાં ટ્રેડ થતી જોવા મળી. શરાફા બજારમાં સોનું સામાન્ય તેજી સાથે અને ચાંદીમાં મોટો વધારો જોવા મળ્યો. જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો ભારતીય વાયદા બજાર અને શરાફા બજારના લેટેસ્ટ રેટ ખાસ જાણો

કોમોડિટી બજારમાં આજે સુસ્તી સાથે કારોબાર થઈ રહ્યો છે. વાયદા બજારમાં સોનામાં હળવી નબળાઈ જોવા મળી જ્યારે ચાંદી તેજીમાં ટ્રેડ થતી જોવા મળી. શરાફા બજારમાં સોનું સામાન્ય તેજી સાથે અને ચાંદીમાં મોટો વધારો જોવા મળ્યો. જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો ભારતીય વાયદા બજાર અને શરાફા બજારના લેટેસ્ટ રેટ ખાસ જાણો.

શરાફા બજારમાં ભાવ

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 91 રૂપિયા ચડીને 69,296 રૂપિયા પર પહોંચ્યું. કાલે 69,205 રૂપિયા પર ક્લોઝ થયું હતું. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 83 રૂપિયા તૂટીને 63,475 રૂપિયા પર જોવા મળ્યું. કાલે 63,392 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદીની વાત કરીએ તો ચાંદી પ્રતિ કિલો 1040 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને ભાવ 79,920 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો છે. કાલે ચાંદી 78,880 પર ક્લોઝ થઈ હતી.

વાયદા બજારમાં ભાવ

ભારતીય વાયદા બજાર (MCX)માં સોનું 48 રૂપિયા તૂટીને 69,656 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. કાલે તે 69,704 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીમાં 194 રૂપિયાની તેજી જોવા મળી અને ભાવ 80,807 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યા. ચાંદી કાલે 80,613 પર ક્લોઝ થઈ હતી.

ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.