અને ચાંદીના ભાવમાં ગઈકાલે મોટો કડાકો જોવા મળ્યો હતો. જ્યારે આજે પણ કડાકાનો માહોલ ચાલુ હોય તેવું લાગે છે. સોનાના ભાવ આજે પણ ઘટ્યા છે પરંતુ ચાંદીના ભાવમાં આજે વધારો જોવા મળ્યો છે. શરાફા બજારમાં ગઈ કાલે સોનું 800 રૂપિયા કરતા વધુ ગગડ્યું હતું. આજના લેટેસ્ટ ભાવ ખાસ જાણો….(India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 136 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને 10 ગ્રામ સોનું હાલ 61454 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 124 રૂપિયાના ઘટાડા સાથે 56292 રૂપિયાની સપાટીએ છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદીમાં જોકે શરાફા બજારમાં ઉછાળો જોવા મળ્યો છે. પ્રતિ કિલો 741 રૂપિયાના વધારા સાથે હાલ ચાંદી પ્રતિ કિલો 69891 રૂપિયાના સ્તરે જોવા મળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.