Gold Silver Price: સોનાના ભાવમાં સતત વધારો, એક તોલાનો ભાવ 69 હજારને પાર

રાજકોટ: સોનાના ભાવ દિવસેને દિવસે વધી રહ્યાં છે. સોનાના ભાવ અત્યારે 69 હજારને પાર પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે, નિવેશ કરતા લોકોમાં ખુશી તો સોનું ખરીદનારા લોકો ખરીદતા પહેલા મુંઝવણમાં મુકાયા છે. ત્યારે આવો જાણીએ રાજકોટ અને અમદાવાદમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યાં છે.

રાજકોટમાં ચાલી રહેલા સોનાના ભાવ વિશે વાત કરવામાં આવે તો આજે સોનાનો ભાવ 69 હજારને 380 રૂપિયા નોંધાયો છે. આજે સોનાના ભાવમાં સીધો જ 390 રૂપિયાનો વધારો નોંધાયો છે. ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદીના ભાવમાં 630 રૂપિયાનો વધારો નોંધાયો છે. જેથી ચાંદીનો ભાવ 78 હજાર 190 રૂપિયા નોંધાયો છે.

અમદાવાદમાં ચાલી રહેલા ભાવ વિશે વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ સોનાનો ભાવ 69 હજાર 110 રૂપિયા નોંધાયો છે. જ્યારે ચાંદીનો ભાવ 79 હજાર રૂપિયા નોંધાયો હતો. રાજકોટ અને અમદાવાદ વચ્ચે 200થી 300 રૂપિયા સુધીનો ભાવમાં તફાવત જોવા મળી રહ્યો છે.

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે.જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે. જ્યારે 22 કેરેટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતુ જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે.

આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે.જે બાદ તમને તમારા મોબાઈલ પર સોનાનો ભાવ જાણી શકશો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.