CAA મામલે દેશભરમાં ચાલી રહેલા હંગામા વચ્ચે આજે બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પહેલું પૂર્ણ બજેટ છે અને સરકારની સામે પોતાનું વિઝન રજૂ કરવાનો પડકાર છે. પરંતુ સત્ર શરૂ થતા પહેલા જ વિપક્ષે સરકારને CAAના મુદ્દા પર ઘેરવાનું શરૂ કર્યું છે. શુક્રવારે સંસદ પરિસરની બહાર વિરક્ષી નેતાઓએ મોદી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, ગુલામ નબી આઝાદ સહિત વિપક્ષના ઘણા મોટા નેતાઓ આ પ્રદર્શન દરમિયાન ઉપસ્થિત રહ્યા. વિપક્ષી નેતાઓએ હાથમાં સંવિધાન બચાવોના પ્લે કાર્ડ રાખ્યા હતા. આ દરમિયાન વિપક્ષના નેતાઓએ જામિયા ફાયરિંગનો ઉલ્લેખ કરતા ગોળી મારવાનું બંધ કરોના નારા લગાવ્યા હતા.
સંસદ પરિસરની બહાર ગાંધીજીની મૂર્તિ પાસે વિપક્ષે નાગરિકતા સંશોધન એક્ટ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને સરકારના આ કાયદાને સંવિધાન વિરોધી ગણાવ્યો હતો. જણાવી દઈએ કે, ગુરુવારે કેન્દ્ર સરકાર તરફથી સર્વદલીય બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો. PM મોદી તરફથી તમામ પાર્ટીઓને સંસદના સત્રને શાંતિથી ચાલવા દેવાની અપીલ કરી હતી, સાથે જ વિશ્વાસ પણ આપવામાં આવ્યો હતો કે, સરકાર આર્થિક સહિત તમામ મુદ્દાઓ પર ચર્ચા માટે તૈયાર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.