ગોમતીપુરમાં અત્યાર સુધી 130 કોરોના પોઝિટિવ કેસ : સમગ્ર વિસ્તાર કોર્ડન કરાયો

અમદાવાદના કોટ વિસ્તાર બાદ ગોમતીપુર વિસ્તારમાં અત્યાર સુધી 130 કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થઇ ગયું છે.

ગોમતીપુરમાં ઉષા રોડ, ઝુલતા મિનારા રોડ, પઠાણની ચાલી, નગરી મીલ સહિતના વિસ્તારોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.

જેને લઇને ગોમતીપુર પોલીસે સરસપુર તરફ જવાના તેમજ રખિયાલ તરફ જવાના માર્ગો ઉપરાંત સારંગપુર બ્રિજ બંધ કરીને સઘન વાહનચેકિંગ હાથ ધર્યું છે તેમજ વાહનો ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

જોકે આવશ્યક ચીજવસ્તુઓ સિવાય અન્ય કોઈપણ વાહન આવી શકશે નહીં તેમ ગોમતીપુર પોલીસ સ્ટેશનના પોલીસ સિનિયર ઇન્સ્પેક્ટર સી બી. ટંડેલે જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.