ગોંડલના સડકપીપળીયા ગામમાં બે બાળકી ઉપર દુષ્કર્મના આરોપીને ગોંડલ કોર્ટે ફક્ત 50 દિવસમાં 20 વર્ષની કેદની સજા ફટકારી….

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં બે બાળકી ઉપર દુષ્કર્મ થયાના ગુનામાં દુષ્કર્મના આરોપીને આજરોજ ગોંડલ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના સડકપીપળીયા ગામમાં આજથી 50 દિવસ પહેલા ત્રણ વર્ષની અને એક પાંચ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી હતી અને જે બાદ રાજકોટ રૂરલ પોલીસે તપાસ શરુ કરી હતી અને આરોપીની ગણતરીના દિવસોમાં ધરપકડ કરી હતી અને આરોપીની ધરપકડ બાદ રૂરલ પોલીસે આરોપી વિરુદ્ધ ફક્ત 5 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી.

આ કેસમાં ગોંડલ કોર્ટે ફક્ત 50 દિવસના સમયગાળામાં આરોપીને સજા સંભળાવી હતી અને ગોંડલ કોર્ટે બે બાળકીઓ ઉપર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.