ગોંડલમાં ડમી કાંડમાં પકડાયેલા BJPના અલ્પેશ ઢોલરીયા સામે કાર્યવાહી કરવાને બદલે ભાજપે આપ્યો મહત્ત્વનો હોદ્દો

સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની પરીક્ષા દરમિયાન MD આર્ટસ કોલેજમાં ડમી વિદ્યાર્થી બેસાડીને પરીક્ષા અપાવનાર ગોંડલ તાલુકા પૂર્વ ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા સામે ભાજપે કાર્યવાહી કરવાના બદલે તેને ભાજપ દ્વારા તેને હોદ્દો આપવામાં આવ્યો છે. અલ્પેશ ઢોલરીયાને ભાજપ દ્વારા સરદાર પટેલ ભાદર ડેમ એસોસિએશનનો પ્રમુખ બનાવવામાં આવ્યો છે. આ પરથી સ્પષ્ટ એવું દેખાઈ આવે છે કે, ભાજપના આગેવાનોના ચાર હાથ અલ્પેશ ઢોલરીયા પર છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની દ્વારા પરીક્ષા લેવામાં આવતી હતી ત્યારે ગોંડલની MB આર્ટસ કોલેજની અંદર ગોંડલ તાલુકા પૂર્વ ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ ડમી વિદ્યાર્થીમાં બેસાડીને પરીક્ષા આપવી હતી. આ સમગ્ર મામલે NSUIના કાર્યકર્તાઓએ કોલેજના CCTV ફૂટેજના આધારે તટસ્થ તપાસની માંગણી કરી હતી અને અલ્પેશ ઢોલરીયા સામે કાયદાકીય પગલા લેવામાં આવે તે માટે વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા.

તપાસ દરમિયાન પરીક્ષાનું ફોર્મ અને ઉત્તરવાહીમાં સહીની ચકાસણી કરતા બંને સહી અલગ-અલગ હોવાનું સામે આવ્યું હતું અને તેના કારણે આ ડમીકાંડમાં 23 દિવસ પછી સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના સત્તાધીસો દ્વારા અલ્પેશ ઢોલરીયા સામે કાયદાકીય કાર્યવાહી કરીને તેને ચાર વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેની સાથે જ MB આર્ટસ કોલેજનું પરીક્ષા સેન્ટર પણ રદ્દ કરવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.